22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
અમરેલી

જી.એમ.બી. પોલીટેકનિક રાજુલા ખાતે ૧૪ ફેબ્રુઆરીના રોજ માતૃ-પિતૃ અને ગુરૂ પૂજન દિવસ ઉજવવામાં આવ્યો

અમરેલી જિલ્લાની રાજુલા તાલુકામાં આવેલી એકમાત્ર જીએમબી પોલીટેકનિક દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ ધામધૂમથી માતૃ-પિતૃ અને ગુરુપૂજન દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં રાજુલા, મહુવા, જાફરાબાદ તથા અન્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ. કોલેજના પ્રિન્સિપાલ શ્રી દ્વારા માતા-પિતા અને ગુરુનું  વિદ્યાર્થી જીવનમાં મહત્વ અંતર્ગત પ્રવચન અપાયું હતું અને 14 ફેબ્રુઆરી ને વેલેન્ટાઈન ડે નહીં પરંતુ માતૃ-પિતૃ અને ગુરુ પૂજન દિવસ ની ઉજવણી થાય એવી યુવા વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને અપીલ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી અને વાલી મંડળ દ્વારા પણ પ્રસંગ ને લગતા પ્રવચનો અપાયા હતા. કાર્યક્રમના મુખ્ય ઉત્સવ રૂપે હિન્દુ વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા-પિતાનું અને ગુરુનું પૂજન કંકુ, અક્ષત, ફુલ અને આરતી દ્વારા કરવામાં આવેલું અને મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા મુસ્લિમ વિધિ અનુસાર વાલીઓ અને ગુરુનું પૂજન કરવામાં આવેલ આ દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતાનું વિશેષ દર્શન કોલેજમાં થવા પામેલ. કોલેજના પ્રિન્સિપાલ ડો. કલ્પેશ વન્દ્રા અને સર્વે સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી અને દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ કોલેજ ખાતે આ કાર્યક્રમ યોજાશે એવી બાહેધરી આપી હતી.

Related posts

અમરેલી જિલ્‍લામાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય દ્વારા ચાંપતો બંદોબસ્‍ત

City Watch News

દીવથી આવતા પાંચ મિત્રોની કાર બાબરા નજીક પલ્ટી મારતા એકનું મોત, ચારને ઇજા

City Watch News

ચિત્તલ ખાતે પોષણ અભિયાન અંતર્ગત બિન અનામત આયોગના ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

City Watch News