fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

ગજેરા સંકુલ-અમરેલી તથા સૌ.યુનિ.-રાજકોટના ઉપક્રમે રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઇ

અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિ-ટ્રસ્ટ-સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણીક સંકુલની વઘાસિયા કોમર્સ કોલેજ તથા સૌરાષ્ટ્ર મુનિ.ના આઇક્યુએસીના સંયુક્ત ઉપક્રમે “પ્રર્વતમાન કોમર્સ, મેનેજમેંટ એન્ડ ઇન્ફમેશન ટેક્નોલોજી” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ સૌ.યુનિ.રાજકોટના સિન્ડિકેટ સભ્યશ્રી ડો.ગીરીશભાઈ ભીમાણીના મુખ્યમહેમાન પડે તથા ગજેરા સંકુલના ટ્રસ્ટી તથા કેમ્પસ ડાયરેક્ટર ચતુરભાઈ ખૂંટ હોસ્ટેલ ડાયરેક્ટર વલ્લભભાઈ રામાણી, કમાણી સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.અતુલભાઈ પટેલના અતિથિવિશેષપડે યોજાઇ હતી, કોન્ફરન્સનું ઉદ્દઘાટન ડો.ગિરીશભાઈ ભીમાણી તથા શબ્દોથી સ્વાગત કોન્ફરન્સ કન્વીનર દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ઉદ્દઘાટન પદેથી સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રતિનિધી સિન્ડિકેટ વિધવિધ મુદ્દાઓ પર સવિસ્તર છણાવટ કરી હતી. આભારદર્શન હોસ્ટેલ ડાયરેક્ટર વલ્લભભાઈ રામાણીએ તથા સમગ્ર કોન્ફરન્સને સફળ બનાવવા લાયબ્રેરીયન રસીકભાઈ, સ્પોર્ટ ડાયરેક્ટર મગનભાઇ વસોયા, પ્લાઝા ડાયરેક્ટર મુકેશભાઇ શિરોયાએ માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ નેશનલ કોન્ફરન્સની સફળતા બદલ સ્થાપક પ્રમુખ અને કેળવણીકાર વસંતભાઇ ગજેરા, નિયામકશ્રી મનસુખભાઇ ધનાણીએ અભિનંદન આપ્યા હતા.

Related posts

બગસરા શહેરમાં પોલીસ ઉપર છરી વડે થયેલ જીવલેણ હુમલાના બનાવમાં આરોપીને હસ્‍તગત કરી, તેના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરતી બગસરા પોલીસ

City Watch News

અમરેલી APMC ના 16-3-2020 ના ભાવ

City Watch News

દામનગર ભાતિયા પરિવાર માતા પિતાની હયાતીમાં જીવતા જગત્યું “જીવનચર્યા” ઉજવતા સંતાનો વૃદ્ધ માતા પિતાનો વધુ એક ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ જીવન પર્યટ વિચારો રૂપે સદકર્મો જીવંત રહે તેવો સુંદર સંદેશ

City Watch News