fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
અમરેલી

ગજેરા સંકુલની ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ “વાત્સલ્યધામની મુલાકાત લીધી

સુરત સ્થિત અનાથ બાળકોને મળીને ભાવવિભોર બની. તથા શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણીક સંકુલના સ્થાપક પ્રમુખ વસંતભાઇ ગજેરા સ્થાપિત અનાથ બાળકોની સંસ્થા “વાત્સલ્યધામ” સુરતની ગજેરા સંકૂલ-ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીઓએ એકદિવસીય મુલાકાત લીધી હતી. ત્યારે નિરાધાર, માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ બાળકોને મળીને, વિકગર કરીને વિદ્યાર્થિનીઓ અને અનાથ બાળકોમાં ભા-વિભોર દ્રશ્યો સર્જાયા હતા. ફાર્મસી કોલેજના એકદિવસીય શૈક્ષણીક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થિનીઓએ વાત્સલ્યધામના બાળકોની રહેણી-કરણી, શિસ્ત,શિક્ષણ,લાગણી,મુક્તહાંસ્ય, વી.અનેક વિભાગોની મુલાકાત લઈને અનાથ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો, આ તકે “વાત્સલ્યધામ”ના સ્થાપક માન.શ્રી વસંતભાઇ ગજેરાએ જણાવ્યુ હતું કે જે બાળકોને માતા-પિતાની હુંફ નથી, જેનો કોઈ આધાર નથી એવા નિરાધાર-અનાથ બાળકોના ચહેરાઓ પર હું નિખાલસ હાનસ્ય જોવું છું. ત્યારે મને ખરેખર અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે, ગજેરા સંકૂલ સંચાલિત સી.વી.ગજેરા ફાર્મસી કોલેજના આ “વાત્સલ્યધામ”ના એકદિવસીય શૈક્ષણીક પ્રવાસની સફળતા બદલ પ્રમુખશ્રી મનુભાઈ ધાનાણી, કેમ્પસ ડાયરેક્ટર ચતુરભાઈ ખૂંટ, હોસ્ટેલ ડાયરેક્ટર વલ્લભભાઈ રામાણીએ અભિનંદન આપ્યા હતા.

Related posts

જાફરાબાદમાં “સ્વચ્છ ભારત અભિયાન”  તથા “પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના” હેઠળ નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોને તાલીમ

City Watch News

૧૫૦-મી મહાત્‍મા ગાંધી જન્‍મજયંતિ નિમિતે અમરેલી જિલ્લાની મુખ્‍ય સહકારી સંસ્‍થાઓ દ્વારા રાષ્‍ટ્રિય સહકાર સપ્‍તાહ સમાપન

City Watch News

અમરેલીમાં દારૂ પીને બસ ચલાવનારા ૩ ડ્રાઇવરોને બરતરફ કરાતા ફફડાટ

City Watch News