fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
અમરેલી

રાજયની ભાજપ સરકારે રજૂ કરેલ બજેટથી રાજયની જનતામાં નિરાશા : પરેશ ધાનાણી

આજે વિધાનસભા ગૃહમાં રજૂ થયેલ વર્ષ-ર0ર0/ર1ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાનેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે આજે રજૂ થયેલ વર્ષ-ર0ર0/ર1નું અંદાજપત્ર એકદમ ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક અને છેવાડાના માનવીને કોઈ લાભ ન આપનારું છે. ધાનાણીએ જણાવ્‍યું હતું કે આજે રજૂ થયેલ બજેટમાં ખેડૂતોનો ઉત્‍પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અપાવવા માટે સરકારની ઈચ્‍છાશકિતનો અભાવ દેખાય છે. રાજયમાં ખેડૂતોને પોતાની ખેતપેદાશોના પૂરતા ભાવ મળતા નથી. સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાતો થાય છે પરંતુ અહીં ખેડૂતોની સ્‍થિતિ દયનીય છે. રાજય અને કેન્‍દ્રમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેતીમાં ઉત્‍પાદન ખર્ચ બમણો થઈ ગયો છે અને આવક અડધી થઈ ગઈ છે. ખેડૂતો દિન પ્રતિદિન દેવાના ડુંગર નીચે દબાતા જાય છે અને આત્‍મહત્‍યા કરવા પ્રેરાય છે. ભાજપ સરકાર દ્વારા મેળાઓ અને ઉત્‍સવો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ ખેડૂતોના દેવા માફ કરી શકતા નથી. આજના બજેટથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તથા સંપૂર્ણ દેવા માફીની અપેક્ષા ઠગારી નીવડી છે. પાક વીમા કંપનીઓને જવાબદાર બનાવવાના બદલે પાક વીમા યોજનાને મરજીયાત બનાવીને ખેડૂતોને ભગવાન ભરોસે છોડવાનું જોખમી પગલું ભાજપ સરકારે ભર્યું છે. ધાનાણીએ જણાવ્‍યું હતું કે,સરકારે 16,000 જેટલા મઘ્‍યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો નોંધાયા હોવાના મોટા દાવા કર્યા પરંતુ હકીકતમાં ગુજરાતની ઓળખસમા મોરબી-થાનનો સિરામિક ઉદ્યોગ, રાજકોટનો ઓઈલ એન્‍જિન ઉદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટસ ઉદ્યોગ, સુરત-મદાવાદનો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ, સુરેન્‍દ્રનગરના ફાર્માસ્‍યુટીકલ ટેકસટાઈલ પાર્ટ સહિતના ઉદ્યોગો પડી ભાંગ્‍યા છે. ભાજપ શાસનમાં પપ,000 કરતા વધુ નાના-મોટા ઉદ્યોગોને તાળા લાગી ગયા છે કે મૃતઃપ્રાય થઈ ગયા છે. સરકાર દ્વારા વાયબ્રન્‍ટ ઉત્‍સવો કરીને અબજો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. વર્ષ-ર003 થી નવ-નવ વાયબ્રન્‍ટ સમિટમાં અબજો રૂપિયાના મૂડીરોકાણના અને લાખોની સંખ્‍યામાં રોજગારી ઉભી કરવાના દાવા પૈકી આજે ગુજરાતમાં બેરોજગારીનો આંક દિન પ્રતિદિન રોકેટ ગતિએ વધતો જાય છે. રાજયના યુવાનોએ રોજગારી માટે દર-દર ભટકવું પડે છે. આંદોલનો કરવા પડે છે. પરંતુ રોજગારી મળતી નથી. આજના બજેટમાં યુવાનોના કૌશલ્‍યવર્ધન અને રોજગારીની તકો પ્રત્‍યે દુર્લક્ષ સેવવામાં આવ્‍યું છે. પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે રાજયમાં રપ વર્ષથી ભાજપનું શાસન છે. રાજયમાં ભૂમાફીયાઓનું પ્રમાણ વધતું જાય છે. રાજયમાં જલ અભિયાનના નામે મોટાપાયે રેતી અને માટીની ચોરી થઈ રહી છે. જમીન વિકાસ નિગમનું કરોડોનું કૌભાંડભાજપ સરકારની ઓળખ બની છે. ભાજપ સરકાર રપ વર્ષના શાસન બાદ પણ રર% ઘરોમાં પીવાનું પાણી પહોંચાડી શકી નથી. રાજયમાં દલિત-પછાત અને આદિવાસીઓના 46,રપ0 પરિવાર સહિત હજારો ઘરોમાં વીજ કનેકશન આપવામાં સરકાર સદંતર નિષ્‍ફળ રહી છે. ત્‍યારે કહી શકાય કે, કૂવો ખાલી છે અને અવેડો ભરવાનું આભાસી ચિત્ર ભાજપ સરકાર ગુજરાતની જનતા સમક્ષ રાખી રહી છે. ગત વર્ષના અંદાજપત્ર મુજબ કુલ વેરાની આવક પૈકી ડિસેમ્‍બર સુધીમાં 4ર% જેટલી વેરાની આવકો ઘટી છે. રાજય જીએસટીની અપેક્ષિત આવકો ડિસેમ્‍બર સુધીમાં 49% જેટલી ઘટી છે. ત્‍યારે એક તરફ રૂપિયો આવશે કયાંથી એ સુનિશ્‍ચિત ન હોય તો બીજી તરફ રૂપિયો ખર્ચાશે કે કેમ તે સવાલ શંકાના દાયરામાં છે ત્‍યારે આજના બજેટમાં સ્‍પષ્‍ટપણે દેખાઈ આવે છે કે જીએસટીની ઝંઝટ અને કરવેરાનો કકળાટનો ઉકેલ લાવવામાં આ બજેટ નિષ્‍ફળ નીવડશે. માંગ અને પુરવઠાની અયોગ્‍ય ચકાસણી અને અંદાજોના કારણે સમગ્ર ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. સામાન્‍ય માણસનું જીવન આજે દોહયલુ થઈ ગયું છે. ત્‍યારે આજે બજેટમાં મોંઘવારીનો દર ઘટશે એવી આશાઓ ઠગારી નીવડી છે. શિક્ષણ ક્ષેત્રે નવી શાળાઓ કે કોલેજો ખોલવામાં તથા ગ્રાન્‍ટ, સહયોગ વધારવામાં ઉદાસીનતા ઉભરી છે. આરોગ્‍ય ક્ષેત્રે નવા સામૂહિક અનેપ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો અને નવી હોસ્‍પિટલો ખોલવામાં તથા હયાત સુવિધામાં વધારો કરવા માટે સરકારે સદંતર નિષ્‍કાળજી દાખવી છે. અપેક્ષાઓ બહુ હતી પરંતુ રાજયમાં મહિલાઓનું સન્‍માન, સ્‍વાસ્‍થ્‍ય અને સુરક્ષા સંલગ્ન કાર્યક્રમોનો બજેટમાં અભાવ દેખાય છે. ગુજરાતનું અટકેલું ગ્રોથ એન્‍જિન ફરી દોડશે એવી આ બજેટ પાસેથી અપેક્ષા હતી પરંતુ નાણાંમંત્રી દ્વારા આજે રજૂ થયેલ બજેટે સમગ્ર ગુજરાતને નિરાશ કર્યું છે તેમ અંતમાં ધાનાણીએ જણાવ્‍યું હતું.

Related posts

બી. એ. પી. એસ. સ્વામીનારાયણ મંદિર ડેડાણમાં અઢારમો પાટોત્સવ યોજાયો

City Watch News

ચોરીનાં મોટર સાયકલ તથા શંકાસ્‍પદ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

City Watch News

કોરોના વાયરસના સંભવિત સંક્રમણની સામે લડવા વહીવટી તંત્ર સજ્જ

City Watch News