fbpx
36 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
અમરેલી

ધારી તાલુકાનાં હિરાવા પ્રા.શાળાના પ્રિન્સિપાલે છાત્રાને અડપલાં કર્યા

ધારી તાલુકાનાં હિરાવા ગામની પ્રાથમિક શાળામાં અબયાસ કરતી એક ૧૩ વર્ષીય સગીરને શાળામાં પાણીયારા પર પ્રિન્સીપાલે બીભત્સ ચેનચાળા કરી સમગ્ર જિલ્લાના શિક્ષણ જગતને લાંછન લગાડ્યું હતું. સગીરાએ તેના પિતાએ આ અંગે વાત કર્યા બાદ આખરે હિરવા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો છે. અહીં ધો.૮ માં અભ્યાસ કરતી એક ૧૩ વર્ષીય સગીરા સાથે તેમણે આ નાલેશીભર્યું કૃત્ય કર્યું હતું. ગત ૨૦મી તારીખે આ સગીરા શાળામાં અભ્યાસ કરવા માટે ગઈ હતી. શાળાના સમય દરમિયાન બપોરે રિશેષ પડતાં આ સગીરા નિશાળના પાણીયારે પાણી પીવા માટે ગઈ હતી. આ સમયે તે અહીં એકલી જ હતી. તે વખતે શાળાના પ્રિન્સિપાલ દિનેશ સોજીત્રાએ પાછળથી આવી સગીરાના શરીરે બીભત્સ અડપલાં કર્યા હતા. જેનાથી ગભરાઈ ગયેલી સગીરા દોડીને પોતાના ક્લાસરૂમમા જતી રહી હતી. બાદમાં આ સગીરા પોતાના ઘરે આવતી રહી હતી અને સાંજના સમયે પોતાના પિતાએ પત્ની અને ગામના આગેવાનોને વાત કર્યા બાદ આખરે આજે ધારી પોલીસ મથકે દોડી જય હિરાવા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દિનેશ સોજીત્રા સામે ફરિયાદ નોંધાવી હતી. ગુરુ-શિષ્યના સબંધને લાંછન લગાવનાર આ શખ્સની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી છે.

Related posts

બાબરામાં ડાયરાના કાર્યક્રમમાં ચલણી નોટોનો વરસાદ

City Watch News

ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહી

City Watch News

રાજુલા થોરડી ગામેં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવતીનું મોત

City Watch News