fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલીમાં ગત મોડીરાત્રે રાજકોટના યુવકની ઘાતકી હત્યા

અમરેલીમાં ગત મોડીરાત્રે મૂળ પોરબંદર પંથકમાં અને હાલમાં રાજકોટમાં રહેતા 27 વર્ષીય યુવક મયુર સાકરીયા અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી નાખી હતી. કોઇ અકળ કારણોસર હત્યારાઓએ આ યુવકનું મુંડન પણ કરી નાખ્યું હતું અને ઢોર માર મારી ગંભીર રીતે ઘાયલ હાલતમાં જુમ્મા મસ્જીદ સામે ફેંકી દીધો હતો. આ યુવકને અમરેલી સિવિલમાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું.
યુવકની ઘાતકી હત્યાની આ ઘટના અમરેલીમાં ઠેબી નદીના કાંઠા નજીક જુમ્મા મસ્જીદ સામે મધરાત્રે બે વાગ્યાના સુમારે બની હતી. અહીં કોઇ અજાણ્યો યુવાન ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડ્યો હોવાની જાણ થતા 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને તાબડતોબ આ ઘાયલ યુવકને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવારમાં લવાયા બાદ આ યુવાન પોતે પોરબંદરનો હોવાનું જણાવ્યુ હતું. જો કે માત્ર આટલુ બોલ્યા બાદ તે બેભાન થઇ ગયો હતો. તેની સ્થિતિ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને રીફર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

Related posts

જાફરાબાદ શહેરમા વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ધામધુમ પૂવૅક ઉજવણી સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી

City Watch News

લખનઉ ખાતે નાબાર્ડની રાષ્‍ટ્રિય મીટીંગ, દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતી

City Watch News

ડેડાણ માલેકનેશ રોડ પર રહેણાંક વિસ્તારમાં સિંહે ઘૂસી વાછરડાનું મારણ કર્યું

City Watch News