fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી જિલ્લામાં દરેક સ્‍ક્રીનીંગ ચેકપોસ્‍ટ પર લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું

હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં
પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે
ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) નાં રોગચાળાને અટકાવવા
એપેડેમિક એક્ટ-૧૮૯૭ માં સમાવિષ્ટ કરી તા.૧૩/૦૩/૨૦૨૦ થી નોટીફાઇ કરેલ. આ રોગચાળો જાહેરમાં થુંકવા તથા જાહેરમાં છીંક ખાવાથી ફેલાઇ છે.
 નોટીફીકેશન અન્વયે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ હોય તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂકનાર સામે
દંડ ની કાયૅવાહી કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં તા.ર૪-૩-ર૦ર૦ નાં કુલ-૧૭ કેસ કરી રૂ. ૫૮૦૦ નો દંડ કરેલ છે આમ કુલ મળીને
અત્‍યાર સુધીમા રુ.૭૫૫૦૦ નો દંડ વસુલવામાં આવેલ છે.
 અમરેલી જિલ્‍લામા તાલુકા કક્ષાએ સ્‍ક્રીનીંગ ચેકપોસ્‍ટ કાર્યરત છે. આ તમામ ચેકપોસ્‍ટોમા પેસેન્‍જરોના સ્‍ક્રીનીંગ દરમ્‍યાન કુલ-૧૫૨૮
વાહનોના કુલ-૮૧૨૫ પેસેન્‍જરોનુ સ્‍ક્રીનીંગ કરવામા આવ્‍યુ જેમાથી કુલ-૩૪ ગુજરાત બહારના પેસેન્‍જરો હતા એમાથી સામાન્‍ય શરદી-
ઉઘરસની ફરીયાદવાળા કુલ-૧૦ પેસેન્‍જર જોવા મળેલ. જેથી આ દર્દીઓની મેડીકલ ઓફીસર ધ્‍વારા ચકાસણી કરી સ્‍વૈચ્‍છિક હોમ
કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી.

 જિલ્‍લાની કુલ-૬૧ સરકારી ફેસીલીટીમા ફલુ કોર્નર કાર્યરત કરવામા આવેલ આ કાર્યરત ફલુ કોર્નરમા સામાન્‍ય શરદી ઉધરસવાળા કુલ-૨૩૨
દર્દીઓને સારવાર આપી સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી.
 હાલમા કુલ આરોગ્‍ય સ્‍ટાફ, સરકારી કચેરીઓનો સ્‍ટાફ, બેન્‍ક સ્‍ટાફ, ધાર્મિક ગૃપો, એન.જી.ઓ., કં૫નીઓ મળી આજના દિન સુધી કુલ –
૭૦૭૩ અધિકારી – કર્મચારીઓને તાલીમબધ્‍ધ કરવામા આવેલ છે.

(પાછળ)

(ર)

 આજદિન સુધી જાહેર સ્‍થળોમા કુલ-૪૧૦ નોવેલ કોરોના ની જનજાગૃતિના બેનરો લગાવવામા આવેલ છે અને જિલ્‍લાઓના કુલ-૨૯૬
ગામોમા નોવેલ કોરોના જનજાગૃતિ માઇકપ્રચાર કરવામા આવેલ છે. કુલ-૨૨૮ જગ્‍યાઓમા નોવેલ કોરોના ની જનજાગૃતિની જાહેર નોટીસ
બોર્ડ લગાવવામા આવેલ છે તેમજ કુલ-૨૫૩૬૩ ૫ત્રિકાઓનુ વિતરણ કરેલ છે તેમજ કુલ-૧૧ તાલુકાની સ્‍થાનિક ન્‍યુઝ ચેનલોમા પણ
કોરોના રોગ અટકાયતી સ્‍ક્રોલીંગ જાહેરાત ચાલુ રાખવામા આવેલ છે.
 આજદિન સુધી જિલ્‍લા ની કુલ-૩૪૬ કચેરીઓમા સેનીટાઇઝેશનની કામગીરી કરવામા આવેલ છે.
 અમરેલી જિલ્‍લાના તમામ આરોગ્‍ય કર્મચારીઓ તથા શિક્ષકો અને આગણવાડી વર્કર ધ્‍વારા ઘરે ઘરે ફરી ને કુલ-૯૧૩૭૨ ઘર ના કુલ-
૪૩૪૨૪૯ વ્‍યકિતઓની હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ ની કામગીરી કરવામા આવી રહી છે જેમાથી કુલ- ૧૧૭૮ વ્‍યકિતઓ તાવ, શરદી તથા
૧૦-વ્‍યકિતઓને તાવ સાથે શ્‍વાસની તકલીફ જોવા મળેલ જેને પ્રાથમિક સારવાર આપી તેઓને સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના
આપવામા આવી.
 અમરેલી તાલુકાના હોમ કોરન્‍ટાઇન ભંગ કર્યા બદલ ૧-વ્‍યકિત સામે એફ.આર.આઇ. દાખલ થયેલ છે.
 લાઠી ગામમા એક વ્‍યકિત ધ્‍વારા ૧૦૪ ને ફોન કરી સુરત થી આવ્‍યાની ખોટી ફરીયાદ કરેલ હોય તેની સામે જાણવા જોગ ફરીયાદ દાખલ
કરવામા આવેલ છે.
 અમરેલી જિલ્‍લાના કુલ-૮ વ્‍યકિતઓએ હોમ કોરન્‍ટાઇન નો ભંગ કરતા તે તમામને જિલ્‍લા કક્ષાની કોરન્‍ટાઇન ફેસીલીટી મા દાખલ કરેલ
છે.
 અમરેલી જિલ્‍લામા કુલ-૨૨૪ વ્‍યકિતઓને હોમ કોરન્‍ટાઇન કરવામા આવેલ અને તમામ ને ગાઇડ લાઇન અનુસાર સ્‍ટેમ્‍પ લગાવવામા
આવેલ છે.
 અમરેલી જિલ્‍લાની દરેક વ્‍યકિતઓ લોકડાઉન અન્‍વયે ફરજીયાત ઘરમા રહે અને હાથને વારંવાર સાબુ તથા પાણીથી ઘોવા, દરેક વ્‍યકિત સાથે
એક મીટરની દુરી બનાવી રાખે તે જરુરી છે. આમ છતા કોઇને તાવ શરદી ઉધરસની ફરીયાદ જણાય તો ટોલ ફ્રી – ૧૦૪ નો અથવા જિલ્‍લાના
કન્‍ટ્રોલ રૂમ નં.(૦ર૭૯ર) રર૮૨૧૨ અને મોબાઇલ નંબર – ૮૨૩૮૦૦૨૨૪૦ નો સં૫ર્ક કરવા અપીલ કરવામા આવે છે.

Related posts

સેફ્રોન વર્લ્ડ સ્કૂલમાં ગાયત્રી યજ્ઞ અને સરસ્વતી પૂજન સાથે ૨૦૨૦નો પ્રારંભ

City Watch News

દામનગર પો.સ્‍ટે. વિસ્‍તારના સુવાગઢ ગામની સીમમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરેલ ખેતર શોધી કાઢી લીલા ગાંજા તથા ગાંજાના બિયારણ સહિત કુલ રૂ.૮૯,૫૫,૭૬૫/- ની કિંમતનો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી પોલીસ

City Watch News

અમરેલીની બહેરાં-મૂંગા શાળાનો ર0માં વર્ષમાં મંગલ પ્રવેશ

City Watch News