fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

કોરોના વાઇરસ / લાઠી શહેરમાં જાહેરનામાનો ભંગ કરતાં મુસાફરો ભરેલા વાહનો ડીટેન કરી નજર કેદ કરાયા

લાઠી કોરોના વાયરસ ફેલાવાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરતાં મુસાફરો ભરેલા વાહનો ડીટેન કરી નજર કેદ કરાયા.વિગત જાણીએ તો ગુજરાત સરકારના ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા કોરોના ફેલાવાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરેલ.

અમરેલી જીલ્લા કલેકટર-વ- જીલ્લા મેજીસ્ટેટ શ્રી અમરેલીઓના ક્રમાંક નં.Disa/was/483/2020ના તા.૨૯-૩-૨૦ સુધી જાહેર આરોગ્ય, સલામતી,લોકોની સુખાકારી જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈને જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું.
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકની સુચનાઓ અને આદેશોને ધ્યાનમાં રાખી કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.  લાઠી પી.એસ.આઈ ગોહીલ સાહેબ ના માગૅદશૅન નીચે ટુકડીઓ તૈનાત કરવામાં આવેલ જે દરમ્યાન લાઠી ટાઉનમા ભવાની સકૅલ પાસે પોલીસ સ્ટાફ હતો તે સમયે આઈસર અને પીકઅપ વાહનોમાં બેદરકારી પૂર્વક મુસાફરો ભરેલા વાહનો સુરત તરફથી આવેલા હોય જેને કોરોના વાયરસ ફેલાવાની સંભાવનાને ધ્યાને લઇ વાહનો ડીટેન કરી પોલીસ મંથકમા લાવેલ હતા.

લાઠી પોલીસ ફરીયાદી બની ડ્રાઇવરો સામે ગુનો દાખલ કરી.લાઠી આરોગ્ય વિભાગ મા જાણ કરતાં ડો.હસમુખ સોલંકી,ડો.રૂપા પટેલ,ફરમાસિસ્ત મેહુલ બગડા અને નિમેષ દવેની ટીમ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચી હતી અને તમામ લોકોને ચેકઅપ કયૉ હતા.તેમજ ડો.હસમુખ સોલંકીએ લોકોને કોરાના વાયરસ અંગે જાગૃત કર્યા હતા.અને કોઈ શંકાસ્પદ ન હોવાનું જણાવેલ.અને પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

અમરેલી APMC ના 23-3-2020 ના ભાવ

City Watch News

ચલાલાનાં ધારગણી ગામ પાસેથી વિદેશી દારૂનાં જથ્થાની હેર-ફેર કરતા ઇસમોને કુલ કિં.રૂા.૨,૬૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી ચલાલા પોલીસ

City Watch News

લાઠીના રાજવી કવિ કલાપીમી ૧૪૭ મી જન્મજ્યંતીએ “યાદી ભરી ત્યાં આપની” માણતા કલા રસિકો

City Watch News