fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

“સાથી હાથ બઢાના” રોજ નું રોજ રળી ખાતા મજુર માટે અમરેલીના ડો. કાનાબારે મુક્યો વિચાર ,હાલ તો કોરોનાથી બચવા આનાથી ઉત્તમ વેક્સીન ( રસી ) એક પણ નથી

21 દિવસના લોકડાઉન દરમિયાન રોજ નું રોજ રળી ખાતા મજુર અને ગરીબ વર્ગના લોકોની હાલત ખુબ જ કફોડી બનશે.અમરેલી શહેરની ૧ લાખની વસ્તીમાં ઓછામાં ઓછા આવા 10 હજાર લોકો હશે.
આમાંથી રોજ એક હજાર લોકોને એક જગ્યાએ કોમ્યુનિટી કિચનમાં રસોઈ તૈયાર કરી, ફૂડ પેકેટ કે ટિફિન દ્વારા તેમને 50 સ્વયંસેવકો દ્વારા ઘેર પહોંચાડવાની વ્યવસ્થા વિચારી છે. બે સમયનું સાદું પૌષ્ટિક ભોજન તમામ વ્યવસ્થા ખર્ચ સાથે એક વ્યક્તિ દીઠ પ્રતિદિન 60 રૂ.માં પડે. રોજના 60000 રૂપિયાના હિસાબે 16 દિવસનો ખર્ચ લગભગ 10 લાખ જેવો થાય.
સમય અને સંજોગો પ્રમાણે વિકલ્પે કાચી ભોજન સામગ્રી – લોટ, શાકભાજી, તેલ, ચોખા વિ. – ની
કીટ બનાવી વહેંચવાની વ્યવસ્થાનો વિકલ્પ પણ વિચાર્યો છે. 30 માર્ચથી 14 એપ્રિલ સુધી એમ 16 દિવસ માટે આ વ્યવસ્થા વિચારી છે.
આ પુણ્યકાર્યમાં આપની રૂપિયા ૧૦૦૦ /- થી લઇ આપની અનુકૂળતા પ્રમાણે આપ ગમે તેટલી મદદ કરી શકો છો.
વધારે અનુદાન મળે વધારે લોકો માટે આ વ્યવસ્થા ઉભી કરીશું
આપત્તિના આ સમયમાં આ વ્યસ્થા માટે આપણા ઉદાર આર્થિક સહયોગની અપેક્ષા સહ ..
~ ડો. ભરત કાનાબાર
9426914677
93282 56445
9913244477
નોંધ : આ મેસેજ આપણા મિત્રો / સંબંધીઓ / પરિચિતોમાં મોકલી આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવશો.
જેમનું આ માટે અનુદાન મળ્યું છે તે નીચે મુજબ છે.
—————————————————
૭૫૦૦૦ /- ડો. ભરત કાનાબાર અને
એડવોકેટ પ્રકાશભાઈ કાનાબાર
૫૧૦૦૦ / – પી. પી. સોજીત્રા
૫૧૦૦૦ /-  દિનેશભાઇ ભુવા / શીતલ આઈસ્ક્રીમ
૫૧૦૦૦ /- કેતનભાઈ / પ્રકાશભાઈ સોની
નીલકંઠ જવેલર્સ
———————————————
૨૨૮૦૦૦ /- ( બે લાખ અઠ્યાવીસ હજાર  )

Related posts

જાફરાબાદ શહેરમા વીર માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ધામધુમ પૂવૅક ઉજવણી સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી

City Watch News

અમરેલી રૂપાયતનના આંગણે સર્જક વંદના કાર્યક્રમ યોજાયો

City Watch News

અમરેલીમાં ગત મોડીરાત્રે રાજકોટના યુવકની ઘાતકી હત્યા

City Watch News