fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

શાળાના વિદ્યાર્થીઓની સાથે સ્નાતક કક્ષા સેમ-૨ અને ૪ ના વિદ્યાર્થીઓને માસ-પ્રમોશન આપવા ડાયનેમિક ગૃપની રજૂઆત

કોરોના વાયરસના પગલે ઊભી થયેલ ‘લોકડાઉન’ની ઈપરીત પરિસ્થિતીના કારણે રાજ્યની શાળા-કોલેજોના લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા વગર જ ઘરે બેઠા છે તેવા સંજોગોમાં શાળાઓમાં ખૂલતાં વેકેશને શૈક્ષણીક વર્ષ ૨૦૨૦-૨૧ નું પ્રથમસત્ર સમયસર ચાલુ થાય તે માટે રાજ્ય સરકારશ્રીએ ધો.૧ થી ૯ તથા ધો.૧૧ માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો તેને ડાયનેમિક ગૃપ-અમરેલી આવકારીને શાળાના વિદ્યાર્થીઓની સાથે-સાથે સ્નાતક કક્ષામાં સેમેસ્ટર-૨ અને ૪ માં પણ માસ પ્રમોશન આપવાની માંગણી કરી છે.

ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખશ્રી હરેશ બાવીશીએ રાજ્યના શિક્ષણમંત્રી માન.ભુપેન્દ્રસિંહજી ચુડાસમાને પોતાની રજૂઆતમાં જણાવ્યુ છે કે રાજ્યની મોટાભાગની યુનીવર્સિટીઓમા તમામ પરીક્ષાઓ બાકી છે અને જ્યાં ચાલુ થઈ હતી તે અધૂરી છે તેવા સંજોગોમાં ‘લોકડાઉન’ના સમય બાદ બધી પરીક્ષાઓ યોજવામાં આવે તો તમામ પરીક્ષાઓ પૂર્ણ થતાં-થતાં જુલાઈનો અંત આવે પરિણામે કોલેજોના શૈક્ષણીક વર્ષ ૨૦૨૦-૨૧નું પ્રથમ સત્ર શરૂ થતાં ઘણો વિલંબ થાય તેવા સંજોગોમાં જો તમામ યુનિવર્સિટીઓમા પ્રથમ વર્ષ સેમેસ્ટર-૨ તથા ૪ ના વિદ્યાર્થીઓને માસ-પ્રમોશન આપી દેવામાં આવે તો બાકીની પરીક્ષાઓ સમયસર પૂર્ણ કરી શકાય અને પ્રથમ સત્ર નિયમોનુસાર ચાલુ કરાવી શકાય.

Related posts

VIDEO : ધારી તુલસીશ્યામ રોડ પર ભર બપોરના સિંહનું વોકિંગ

City Watch News

દામનગર પાલિકા તંત્ર નું મહા સફાઈ અભિયાન

City Watch News

કોરોના વાઇરસ / અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ MP ગ્રાન્ટમાંથી 51 લાખ રૂપિયા ફાળવા

City Watch News