fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

ડિજીટલ યુગમાં ટ્વીટર થકી ત્વરિત જાણકારી ઉપલબ્ધ નાગરિકોને કોરોનાને લગતી વિગતો આંગળીનાં ટેરવે ઉપલબ્ધ કરાવવા લેવાયો આવકારદાયક નિર્ણય વહીવટતંત્ર દ્વારા નવીનતમ પ્રયાસ : કોરોનાને લગતી અફવાથી બચવા આ એકાઉન્ટ્સ ફોલો કરો

આજે ડિજિટલ યુગમાં વિશ્વભરની માહિતી જ્યારે આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે ત્યારે કોરોનાને લગતી તમામ માહિતી લોકોને સરળતાથી અને ત્વરિત રીતે મળી રહે તે માટે અમરેલી વહીવટી તંત્ર દ્વારા એક અભિનવ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના ફેલાવા વિશે તમામ વિગતો મોબાઈલ પર જ મળી રહે તે હેતુસર લોકોને ટ્વિટરના વિવિધ અકાઉન્ટ્સ ફોલો કરવા જણાવવામાં આવ્યું છે.

જે અંતર્ગત જિલ્લાના નાગરિકોને ટ્વિટર પર @CollectorAmr, @InfoAmreliGoG, @DDOAmreli અને @SP_Amreli એકાઉન્ટ્સ ફોલો કરવા સૂચના આપવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાઇરસને મહામારી જાહેર કરી છે અને વિશ્વના અનેક દેશો આ વાઇરસના સંક્રમણથી પીડાઈ રહ્યા છે. ભારતમાં પણ આ વાઇરસે પોતાનો પગપેસારો કર્યો છે ત્યારે કોરોના વાઇરસને લગતી તમામ માહિતી ટ્વીટર મારફતે ઘેરબેઠાં મેળવવા અને અનેક પ્રકારની ખોટી વિગતો તેમજ અફવાથી બચવા આ પ્રકારનો નિર્ણય આવકારદાયક છે.

 

 

Related posts

અમરેલી જિલ્લાનાં લાઠીના પનોતા પુત્ર અને ગુજરાતનુ ગૌરવ એરમાશૅલ જનકકુમારસિહજીને સવૅ જ્ઞાતિ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ

City Watch News

આપણે સૌ સંકલ્‍પ કરીએ,સાથે મળીને પ્રયત્‍ન કરીએ,તો આપણે આ કોરોના મહામારીમાંથી ચોકકસ બચી શકીશું,જરૂર છે સાવચેતીની ?સ્‍વયં શિસ્‍તની : ડો.કાનાબાર 

City Watch News

અમરેલી શહેરમાં  બ્રાહમણ સોસા રામનગર શેરી નંબર-૦૭ માં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતાં ચાર ઇસમોને રૂ.૨,૨૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ

City Watch News