fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટનો પ્રજાજોગ સંદેશ

તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ૨૧ દિવસ લોકડાઉનની જાહેરાત કરી છે જેના અનુસંધાને હું જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓક આપ સૌ અમરેલી જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે બધા સ્વયં શિસ્તમાં રહી બીનજરૂરી અવર-જવર ટાળી ઘરમાં જ રહો. આપના માટે દૂધ, શાકભાજી, કરિયાણું અને દવા જેવી તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અવિરતપણે ચાલુ રાખવા વહીવટી તંત્રે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આવી સ્થિતીમાં ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ટાળો જેથી બિનઅધિકૃત રીતે થતા ભાવવધારાને પણ રોકી શકાય.

લોકડાઉનની પરિસ્થિતિમાં અનિવાર્ય સંજોગોમાં બહાર જવાનુ થાય તો અન્ય વ્યક્તિથી ૧ મીટરનું અંતર જાળવો. અમરેલી શહેરમાં વહીવટી તંત્ર દ્વારા આર્થિક રીતે સક્ષમ નાગરિકો માટે આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને આર્થિક રીતે ન પોસાય તેવા વ્યક્તિઓને જ દુકાનોમાં પ્રાધાન્ય આપવામાં આવશે. ખાદ્યસામગ્રીના પુરવઠા અંગે વેપારી સંગઠનો અને દૂધના ગામે-ગામે વિતરણ માટે અખબાર વિતરક અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી.

વિવિધ સોશિયલ પ્લેટફોર્મ્સ થાકી ફેલાતી અફવાઓ ઉપર ધ્યાન ન આપો. લોકડાઉનની પરિસ્થિતિમાં કાયદાનો ચુસ્તપણે અમલ થાય તે માટે પોલીસ વિભાગને કડક સૂચના છે. અનિવાર્ય કારણો સિવાય વાહનો લઇ બહાર નીકળતા લોકોનું વાહન ડિટેઇન કરવામાં આવશે તેમજ ગામડાઓના પાદરે કે ચોરામાં ભેગા થતા લોકો સામે ફરિયાદ પણ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના તમામ વડીલોને પણ અપીલ છે કે ૩૦ વર્ષથી નીચેના યુવા-સંતાનોને બહાર ન જવા દો. જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં સુરત, મુંબઈ, અમદાવાદથી આવનારા લોકોની સંખ્યા મોટી છે જેની સંપૂર્ણ યાદી બનાવવા પંચાયત વિભાગને સૂચના આપવામાં આવી છે. આપની આજુબાજુમાં આવા કોઈ પણ લોકો ધ્યાનમાં આવે તો તાત્કાલિક સ્થાનિક સરપંચશ્રી અથવા જિલ્લાન કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૯૨ ૨૨૮૨૧૨ ને જાણ કરો.

Related posts

બાબરા તાલુકા ના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર પ્રતિષ્ઠા મહોત્સવ  ઉજવણી કરાઇ

City Watch News

યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિ કેળવાય તે માટે જિલ્લામાં પર્વતારોહણ કેમ્પ

City Watch News

દામનગરના ઠાંસા પ્રાથમિક શાળા ખાતે ડો બાબા સાહેબ આંબેડકરના ૬૩ માં નિર્વાણ દીને શ્રદ્ધાસુમન અર્પણ

City Watch News