fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા “લોક ડાઉન’’ નો ચુસ્‍ત પણે અમલ કરાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ઇસમો સામે કાર્યવાહી માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતી અમરેલી જિલ્‍લા પોલીસ

કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં ‘‘લોક ડાઉન’’ જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા ‘‘લોક ડાઉન’’ નો ચુસ્‍ત પણે અમલ કરાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે.

અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા આધુનિક ટે્કનોલોજી નો ઉપયોગ કરીને જિલ્‍લાના જુદા જુદા વિસ્‍તારોમાં ૨૦ (વીસ) જેટલા ડ્રોન ઉડાડી લોક ડાઉનનો ભંગ કરતા ઇસમો અંગે માહિતી મેળવી તેમની સામે કાયદાકીય જોગવાઇ મુજબ પાંચ જેટલા ગુન્‍હા રજી. કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્‍લા પોલીસ આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ કરી, લોકડાઉનનો ચુસ્‍તપણે અમલ કરાવવા સતત કાર્યશીલ છે

Related posts

દામનગર શહેર માં ગરીબ પરિવારો માટે એક માસ માટે ની શુલ્ક ભોજન પાર્સલ સેવા શરૂ

City Watch News

અમરેલી સંસદીય વિસ્‍તારના લોકોને પેનીક ન થવા અને ઘરમાં રહેવા અપીલ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

City Watch News

VIDEO: 4 સિંહોનુ ટોળુ ગ્રામ્ય વિસ્તારના ધાબા પર લટાર મારતું મોબાઈલમાં કેદ

City Watch News