fbpx
35 C
Gujarat
May 29, 2020
www.citywatchnews.com
અમરેલી

નેતા વિપક્ષ પરેશ ધાનાણીને વિરજી ઠુમ્મરના અમરેલી સીટી પોલીસ મથકે શરૂ કર્યા ધરણા, અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાથે સંવાદ બાદ ધરણા કર્યા પૂર્ણ

કોરોના વાયરસના સંક્રમણને લઈને હાલ લોક ડાઉનમાં અમરેલી પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે ગાયોના ઘાસચારો નાખતા ચાર યુવકોને પકડી પાડતા નેતા વિપક્ષ પરેશ ધાનાણી ને વિરજી ઠુમ્મર સહિતના નેતાઓ અમરેલી પોલીસ મથક પર ધરણા પર બેસી ગયા હતા બાદ અમરેલી એસ.પી.એ નેઆતો સાથે સંવાદ કરતા ગેરસમજણ દૂર થઈ હતી ને  ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું ને ધરણા પૂર્ણ થયા હતા
 આ છે અમરેલીનું સીટી પોલીસ મથક અમરેલી સીટી પોલીસ મથક પર આજે નેતા વિપક્ષ પરેશ ધાનાણી ભર બપોરે ધરણા પર બેસી ગયા હતા અમરેલી માં ગાયોને ઘાસચારો નાખતા ચાર કાર્યકરોને પોલીસે પકડી લેતા નેતા વિપક્ષ પરેશ ધાનાણી ધારાસભ્ય વિરજી ઠુમ્મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન સોસા સહિતના 20 કાર્યકરોએ પોલીસ સ્ટેશન પર ધરણા શરૂ કરતા અમરેલી એસ.પી.નિરલિપ્ત રાય પોલીસ મથકે પહોંચ્યા હતા ને નેતાઓ સાથે સંવાદ કર્યો હતો જેમા ગાયોને ઘાસચારો નાખવા આવેલા કાર્યકરો સોસીયલ ડિસ્ટન્સ રાખતા ન હતા ને જેના કારણે અમરેલી માં 40 જેટલા વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી હતી કોઈને ખોટીરીતે પોલીસ પકડતી ન હોવાનું નેતા વિપક્ષ અને ધારાસભ્ય વિરજી ઠુમ્મરને કહેતા ગેર સમજણ દૂર થઈ હતી ને નેતા વિપક્ષ પરેશ ધાનાણી એ પોલીસ મથકની બહારથી સોસીયલ મીડિયા થકી પોલીસની કામગીરી બિરદાવી હતીને ઘીના ઠામમાં ઘી પડ્યું હતું ને ધાનાણીએ ધરણા પૂર્ણ કરીને નીકળી ગયા હતા

Related posts

બાબરા તાલુકાના લાલકા ગામની સીમમાં બે અલગ અલગ ફીલ્‍ડમાં જાહેરમાં જુગાર રમતા ૧૭ ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન, વાહનો સહિત કુલ કિં.રૂ.૩,૧૧,૪૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

City Watch News

લીલીયા વિસ્તારમાં થયેલ ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઈસમને પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોટર સાયકલ રીકવર કરતી અમરેલી એસ.ઓ.જી.

City Watch News

અગાઉ સામૂહિક લાયસન્સ રદ્દ કરાયા બાદ ૧૩૦ વિસ્તારમાં ૧૦૦ જેટલી દુકાનોનો અન્યને ચાર્જ

City Watch News