fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી જિલ્લા કલેકટર દ્વારા આ બે ઈસમો વિરુદ્ધ સ્પેશિયલ જેલ પોરબંદર તથા સ્પેશિયલ જેલ પલરા,ભુજ ખાતે પાસા હુકમ

nCOVID-19 રોગચાળાની મહામારી અનુસંધાને ભારત સરકાર દ્વારા જાહેર કરેલ લોકડાઉન દરમ્યાન પોતાની ફરજ નિભાવતી પોલીસ ઉપર અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં અસામાજીક ઈસમોએ સાવરકુંડલા ટાઉન પોલીસ ઉપર *તા.૦૫/૦૪/૨૦૨૦ના રોજ ક.૧૮/૩૦થી ૧૯/૧૫* દરમ્યાન રાત્રે હુમલો કરેલ હતો.

જેમા સાવરકુંંડલા ટાઉન પોલીસના કર્મચારી
૧)હે.કો ખોડાભાઈ ઉનડભાઈ ભાદરકા ૨)હે.કો. કેતનભાઈ ડી. રાઠોડ ૩)પો.કો.અનિલભાઈ વિનુભાઈ દાફડા ઉપર છરી તેમજ પથ્થર વડે હુમલો કરવામાં આવેલ.

હુમલો કરનાર ઈસમો
૧) શાહનવાઝ ઉર્ફે બગી અબ્દુલભાઈ કુરેશીએ* છરી બતાવી પથ્થરો ફેંકી હુમલો કરેલ.
૨) અશરફ હનિફભાઈ ડૈરૈયાએ* ગાળો આપી પથ્થરો ફેંકી હુમલો કરેલ.

આ ઈસમો વિરુધ્ધ *તા.૦૫/૦૪/૨૦૨૦ ક.૧૯/૪૫  ગુ.ન.પાર્ટ – એ ૧૧૧૯૩૦૫૨૨૦૦૨૫૦/૨૦૨૦થી આઈ.પી.સી. કલમ ૨૬૯,૨૭૦,૧૮૮,૩૫૩,૧૮૬,૫૦૪,૩૩૬,૧૧૪ તથા ઍપેડીમક ડિસીઝ એક્ટ-૧૮૯૭ની કલમ ૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ ૫૧ (એ)* સાવરકુંડલા ટાઉનમાં ગુન્હો રજીસ્ટર કરેલ.

અમરેલી એલ.સી.બી. દ્વારા લોકડાઉન દરમ્યાન પોલીસ ઉપર હુમલો કરનાર અસામાજીક તત્વો સામે પાસા દરખાસ્ત તૈયાર કરેલ, જે અનુસંધાને કલેકટરશ્રી અમરેલીનાઓ દ્વારા પાસા અટકાયત હુકમ કરવામાં આવેલ.

૧) શાહનવાઝ ઉર્ફે બગી અબ્દુલભાઈ કુરેશીના પાસા ન.૨૧/૨૦૨૦ તા.૨૨/૦૪/૨૦૨૦ સ્પેશિયલ જેલ, પોરબંદર ખાતે મોકલેલ.*
૨) અશરફ હનિફભાઈ ડૈરૈયાના પાસા ન.૨૦/૨૦૨૦ તા.૨૨/૦૪/૨૦૨૦થી સ્પેશિયલ જેલ પાલરા, ભુજ ખાતે મોકલેલ

Related posts

પોષણ અભિયાન અંતર્ગત બિન અનામત આયોગના ચેરમેન ગજેરાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

City Watch News

ધારીના દુધાળા ગામનાં નિર્દોષ ખેડૂતોને માર મારનાર વનકર્મીઓ તાત્કાલિક સસ્પેન્ડ કરો,ભાજપ અગ્રણી અતુલ કાનાણીની મુખ્યમંત્રીને રજુઆત

City Watch News

અમરેલીમાં ‘આમ આદમી’ પાર્ટીની બેઠક યોજાઈ

City Watch News