fbpx
27 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૬ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૨૨૧ કેસ નોંધાયા : ૧૧૪ કેસ નેગેટિવ :૭ રિપોર્ટ પેન્ડિંગ

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોરોનાથી પ્રભાવિત થયા છેત્યારે હજુ અમરેલી જિલ્લામાં  કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.  

જિલ્લામાં અનેક સ્થળે પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ કાર્યરત છે. આજ રોજ આ તમામ ચેકપોસ્ટમાં ૭૮ વાહનોની ચકાસણીમાં કુલ ૨૩૩ પેસેન્જરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બહારના ૫૫ પેસેન્જરો હતા. આજરોજ ૩૨૮૦ પ્રવાસીઓ હોમ ક્વોરેન્ટઇનમાં છે જ્યારે ૫૪૦૯  પ્રવાસીઓએ હોમ ક્વોરેન્ટઇન પૂર્ણ કર્યો છે. સરકારી ક્વોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ ૧૯૧ પ્રવાસીઓ અને હાલ ૧૪૪ લોકો દાખલ થયા છે. સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા વ્યક્તિઓ ૪૩૭ પૈકી ૩૧૦ વ્યક્તિઓ સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ ૧૨૭ વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

આજસુધીમાં લેવાયેલા કોવિડ-૧૯ના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલમાંથી તમામ ૧૧૪ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આજરોજ ૬ વ્યક્તિના સેમ્પલ લેવાયાં છે૭ રિપોર્ટ પેન્ડિંગ છે. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૧૨૧ શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લામાં  રેપીડ ટેસ્ટ કીટ દ્વારા પણ લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે રિપોર્ટ સહિત રેપીડ ટેસ્ટ દ્વારા કરવામાં આવેલા તમામ ૧૫૮ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.  

અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે આશરે ૩૩ હજારથી વધુ ઘરના કુલ ૧.૬ લાખથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી ૨૩ વ્યક્તિઓને તાવ-શરદી-શ્વાસની તકલીફ જોવા મળી છે. હોમ કોરેન્ટાઈન્ડનો ભંગ કરવા બદલ  આજ સુધીમાં કુલ ૧૩ લોકો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.  

લોકોમાં  કોરોના વિશે જાગૃતિ ફેલાય તે હેતુસર જાહેર સ્થળોમાં કોરોનાની જાગૃતિના ૭૩૧ બેનરો લગાવવવામાં આવ્યા છે અને ૧૦૫૮ ગામોમાં જનજાગૃતિ માઈક પ્રચાર કરવામાં આવ્યો છે.  ૪૯૭ જગ્યાઓમાં કોરોનાની જનજાગૃતિના જાહેર નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ કુલ ૭૫૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૨૨ ન્યૂઝ ચેનલમાં પણ કોરોના રોગ અટકાયતી સ્ક્રોલિંગ જાહેરાત શરૂ રાખવામાં આવી છે. ઉપરાંત ૧૧૨૫ જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે

Related posts

અમરેલીની દીપક હાઇસ્‍કૂલ દ્વારા ‘કરૂણા અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

City Watch News

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 14 કેસ : કુલ 229 પોઝિટિવ કેસો નોંધાયા

City Watch News

અમરેલી ચલાલાના ખાતે જિલ્લા કક્ષાનો ૭૧ મો વન મહોત્સવ સંપન્ન

City Watch News