fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૫ શંકાસ્પદ કેસ સહીત ૨૧૯ કેસ નોંધાયા : આજ સુધી કુલ ૨ રિપોર્ટ પોઝિટિવ, ૨૧૨ નેગેટિવ, ૫ રિપોર્ટ પેન્ડિંગ

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના
આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. હાલ વિશ્વના અનેક દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોરોનાથી પ્રભાવિત
થયા છે, અમરેલી જિલ્લામાં કોરોનાના ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોવિડ-૧૯ના શંકાસ્પદ ૫ દર્દીઓના સેમ્પલ
લેવામાં આવ્યા. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૨૧૯ શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી ૨૧૨ શંકાસ્પદ
વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ૨ પોઝિટિવ તેમજ ૫ રિપોર્ટ પેન્ડિંગ છે. ઉપરાંત તાવ, શરદીના લક્ષણો
ધરાવતા તેમજ માર્કેટિંગયાર્ડ, ફળો તેમજ શાકભાજી વહેંચનાર તેમજ કરિયાણાના વેપારીઓ પૈકી આજરોજ ૮૨
વ્યક્તિઓ ના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજદિન સુધીમાં કુલ લેવાયેલા ૨૦૬૯ સેમ્પલ પૈકી ૧૯૮૭ રિપોર્ટ
નેગેટિવ છે જ્યારે આજરોજ લેવાયેલા ૮૨ રિપોર્ટ પેન્ડિંગ છે.
જિલ્લામાં આજરોજ ચેકપોસ્ટ પર ૬૫૫ વાહનોનું ચેકીંગ કરાયું, જ્યારે ૨૪૫૯ મુસાફરો જિલ્લા/રાજ્ય બહારના
હતા. સરકારી ક્વોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ ૧૭૨ પ્રવાસીઓ અને હાલ ૮૩ લોકો દાખલ થયા છે.

2
સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા વ્યક્તિઓ ૫૦૯૩ પૈકી ૪૮૮૦ વ્યક્તિઓ સરકારી કોરેન્ટાઇન
ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ ૨૧૩ વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે આશરે ૨ હજારથી વધુ ઘરના
કુલ ૧૨ હજારથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી કોઈપણ વ્યક્તિને તાવ-શરદી-શ્વાસની તકલીફ
જોવા મળી નહોતી. હોમ કોરેન્ટાઈન્ડનો ભંગ કરવા બદલ આજ સુધીમાં કુલ ૧૦૩ લોકો સામે એફ.આઈ.આર. દાખલ
કરવામાં આવી છે.
લોકોમાં કોરોના વિશે જાગૃતિ ફેલાય તે હેતુસર જાહેર સ્થળોમાં કોરોનાની જાગૃતિના ૭૩૧ બેનરો લગાવવવામાં
આવ્યા છે અને ૧૫૦૨ ગામોમાં જનજાગૃતિ માઈક પ્રચાર કરવામાં આવ્યો છે. ૫૮૩ જગ્યાઓમાં કોરોનાની
જનજાગૃતિના જાહેર નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેમજ કુલ ૭૫૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઉપરાંત ૨૨ ન્યૂઝ ચેનલમાં પણ કોરોના રોગ અટકાયતી સ્ક્રોલિંગ જાહેરાત શરૂ રાખવામાં આવી છે. ઉપરાંત ૧૬૨૪
જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.
જિલ્લામાં હોમકોરેન્ટાઇનમાં રહેલા વ્યક્તિઓની દેખરેખ રાખવા ખાસ ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી
છે. આ સ્ક્વોડ દ્વારા ગામડાઓની રેન્ડમ મુલાકાત દરમિયાન ૭૪૭ લોકોને માસ્ક ન પહેરવાં બદલ રૂ. ૧.૪૩ લાખથી
વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Related posts

ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા ચકલીઘર તથા પક્ષીઓને ચણવા માટેની ડીશો તથા પાણીનાં કુંડાનુંવિતરણ

City Watch News

આરોગ્ય વિભાગ દ્વારા અમરેલીની ૯૧૨ સરકારી-ખાનગી કચેરીઓ સેનિટાઇઝ કરાઈ

City Watch News

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુપરિષદ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે

City Watch News