fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ લીલીયા તાલુકાના ૬૩ લોકો પાસેથી ૧૨,૬૦૦ નો દંડ વસુલાયો હોમ કોરેન્ટાઇનના ભંગ બદલ ૩ લોકો વિરુદ્ધ એફ.આઈ.આર. દાખલ

હોમકોરેન્ટાઇન કરાયેલા વ્યક્તિઓ પર સતત દેખરેખ રાખવા વહીવટી તંત્ર દ્વારા ખાસ ગ્રામ કોરોના વોરિયર કમિટીની રચના કરવામાં આવી છે. જે અન્વયે લીલીયા તાલુકામાં આ સિમિતી હોમકોરેન્ટાઇન વ્યક્તિઓ દ્વારા જાહેરનામાના ભંગ બદલ ૩ વ્યક્તિઓ સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. ઉપરાંત જાહેરમાં ન થૂંકવા તેમજ માસ્ક પહેરવાના નિયમની અમલવારીની ચકાસણી માટે ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જેમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટિમ દ્વારા જિલ્લા કંટ્રોલ રૂમ તરફથી સોંપવામાં આવતાં ગામો તેમજ તાલુકા કક્ષાએથી ફાળવેલા ગામોમાં મુલાકાત લેવામાં આવે છે. આ સ્ક્વોડ દ્વારા જાહેરનામાના ભંગ બદલ લીલીયા તાલુકામાં કુલ ૬૩ વ્યક્તિઓ પાસે માસ્ક ન પહેરવા બદલ વ્યક્તિદિઠ રૂ. ૨૦૦ લેખે કુલ ૧૨,૬૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

Related posts

લાઠી તાલુકાનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર પ્રથમ વખત બંધ

City Watch News

અમરેલી શહેર બહારપરા વિસ્તારમાં આવેલ ધાનાણી ઓઇલ મીલની સામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતાં છ ઇસમોને રૂ.૧૦,૧૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી સીટી પોલીસ

City Watch News

BREKING NEWS : બગસરાના ખારી ગામે 80 થી વધુ ઘેટાં-બકરાનું કર્યું મારણ

City Watch News