fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

રાજય સરકારના પંચાયત વિભાગ સહિત તમામ વિભાગના આઉટસોર્સ કર્મચારીઓના કોવિડ- ૧૯ અન્વયે પગાર કરવા માંગ

સવિનય સાથ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, ભારત સરકાર તરફથી કોવિડ – ૧૯ અન્વયે લોકડાઉન કરેલ છે તે લોકડાઉન દરમ્યાન સરકારે નીમેલી જુદી-જુદી એજન્સીઓ મારફત જિલ્લા પંચાયત, રાજય આરોગ્ય, સિંચાઇ તેમજ તમામ વિભાગના આઉટસોર્સ થી કામ કરતા કર્મચારીઓના પગાર કરવા પરીપત્ર થયેલ છે (નકલ સામેલ છે). તે અન્વયે જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ આપના દ્વારા કરવામાં આવેલ પરીપત્ર (પરીપત્રની નકલ સામેલ છે) અન્વયે આઉટસોર્સના કુલ કેટલા કર્મચારીઓ છે ? અને તે કર્મચારીઓની મારી સમક્ષ થયેલ રજુઆત અન્વયે ઘણા વિભાગના કર્મચારીઓના પગાર થયેલ નથી
જનસેવા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટરો તેમજ અન્ય વિભાગના કર્મચારીઓના પગાર થયેલ નથી તેવી મારી સમક્ષ રૂબરૂ મળી રજુઆત કરેલ છે. તો આ બાબતે પરીપત્ર અન્વયે બાકી રહેતા તમામ કર્મચારીઓના જેતે એજન્સીઓ મારફત નિયમ મુજબના પગાર તાકીદે કરવા પત્રથી રજુઆત કરૂં છું. મને વિધાનસભામાં મળેલ માહિતી મુજબ સરકારે નકકી કરેલા પગાર ધોરણને બદલે જેતે કર્મચારીને ઠરાવેલા પગાર કરતા ઓછા પગાર અપાઇ છે. વિધાનસભામાં મને મળેલા જવાબમાં કેડરવાઇઝ પગાર ધોરણ નકકી થયેલા છે પરંતુ તે પ્રમાણે ચુકવાય છે કે કેમ ? તેની પણ એજન્સી મારફત ખરાઇ કરી તે પ્રમાણે પગાર ચુકવાય તેવી પત્રથી રજુઆત કરૂં છું. આ અંગે થયેલ કાર્યવાહીની જાણ કરવા વિનંતી છે.

Related posts

મોટર સાયકલ ચોરીના ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

City Watch News

કેન્દ્રીય બજેટ ખેડૂત, ગ્રામીણ અને દેશનાં સર્વાંગી વિકાસ માટેનું માધ્યમ બનશે : જીલ્લા ભાજપ પ્રમુખ હીરપરા

City Watch News

કોરોના વાઇરસ / અમરેલી જિલ્લાના રાજુલા ખાતે એક શંકાસ્પદ કેસ

City Watch News