fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

કિસાન કોંગ્રેસનાં અધ્યક્ષ અને ખેડૂત આગેવાનો પરના પોલીસ દમન અંગે પગલાં ભરવા માંગ

વૈશ્વિક કોરોના મહામારી માં ૫૫ દિવસના લોકડાઉનના પરિણામે તમામ ધંધા રોજગાર બંધ છે. સામન્યા મધ્યમ વર્ગને જીવન નિર્વાહ ચલાવવા મુશ્કેલ થઈ ગયો છે તેવા સમયે જગતનો તાત વધુ મુશ્કેલીમાં મુકાય ગયેલ છે. મોંઘા કાતર, બિયારણ, જંતુ નાશક દવાઓ, મોંઘી વીજળી, સીંચાઈના મોંઘા પાણી, સહિત ના કારણે દિવસે ને દિવસે ખેતી અને ખેત પેદાશો મોંઘી થતી જાય છે. ખેડૂતો ને ખેત પેદાશો ના ભાવ મળતા નથી ત્યારે ખેડૂતો ના પ્રશ્નો માટે વહીવટી તંત્ર જાગૃત થાય તે હેતુસર લોકતાંત્રિક રીતે ડુંગળી સહિત ની ખેત પેદાશો PM CARE FUND માં જમા કરાવવા નો પ્રતીકાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસ ના અધ્યક્ષ શ્રી પાળ ભાઈ આંબલીયા અને ખેડૂત પ્રતિનિધિ શ્રી ઓ રાજકોટ કલેક્ટર શ્રી સમક્ષ જાહેર કર્યો હતો. ખેડૂતો માટે ન્યાય માંગનાર ખેડૂતો ના મુદ્દે લડત ચલાવનાર અને ખેડૂતો ના હક્ક ના નાણાં ચાવ કરી જનાર ને ખુલ્લા પાડનાર ને પોલીસ ના અત્યાચાર થી શું રાજ્ય સરકાર મૌન કરાવવા માંગે છે શું ખેડૂતો ના હક્ક ની લડાઈ લડવી ગુન્હો છે. ગુજરાત કિસાન કોંગ્રેસ ના અધ્યક્ષ શ્રી પાલભાઈ આંબલીયા પર બેરહમી પૂર્વ અત્યાચાર કરી ઢોરમાર મારનાર પોલીસ અધિકારી અને જેના ઇશારે આ ગેરકાયદેશર કૃત્ય કરવામાં આવ્યું છે તેમની સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવે છે.

Related posts

AAROGYA SETU એપ ડાઉનલોડ કરો અને કોરોના વિશે જાગૃત બનો

City Watch News

ડો. કલામ ઇનોવેટિવ વર્ક અમરેલી ના યુવાનો ની કોરોના યોદ્ધાઓને સલામ

City Watch News

અમરેલીમાં ટ્રાફિક સમસ્‍યાનાં નિરાકરણ માટે જાહેરનામું પ્રસિઘ્‍ધ

City Watch News