fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

જાફરાબાદમાં બઘડાટી પ્રકરણમાં પ૦૦ સામે ગુન્હો

જાફરાબાદમાં સામા કાંઠા વિસતારમાં રહેતા અજયભાઇ ભગુભાઇ બાંભણીયા નામના ખારવા યુવાન સહિત સાહેદો તેમના સમાજની બોટમાં આઠ મહિના ખલાસી તરીકે બંધાયેલા હોય અને કોરોના વાયરસ આવતા બે મહિનાનો પગાર બોટ બંધ હોય ચડી ગયેલ હોય આ બાબતે રજુઆત કરવા જતા તુલસી ભગુ ચાઇનીઝ વાલા, રાજેશ પોરબંદર વાળો સહિત પંદર શખ્સોના ટોળા દ્વારા તલવાર વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા કરી સાહેદને પણ નાની મોટી ઇજા કરી હતી.

જયારે સામે પક્ષેથી નારણ કલ્યાણભાઇ બાંભણીયા દ્વારા પોલીસમાં નોંધાવેલ ફરીયાદ અનુસાર હરજી ઉર્ફે પોપટ વાળાને બોલાવી મીટીંગ ખલાસી સાથે ફીશીંગ માટે શું કામ બોલાવી કહી કાવત્રુ રચી ભાવેશ ઉર્ફે બાકી વાળા મંગા બારૈયા, મંગા ઉર્ફે બાકીવાળા બારૈયા સહિત ૪૦૦થી વધુ ટોળુ એકઠું થઇ એસોસીએશનના પ્રમુખ વિરૂધ્ધ ખોટી ઉશ્કેરણી કરી સ્ત્રી-પુરૂષો મળી ટોળા દ્વારા બઘડાટી બોલાવી મકાનમાં પ્રવેશી ઘર વખરી ચિજ વસ્તુ, મોબાઇલ, રોકડ મળી પ૦,૦૦૦ની લુંટ, તોડફોડ કરી કોરોના વાયરસ જાહેરનામાનો ભંગ કર્યાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

આ ઘટનાની જાણ પોલીસને થતા એસ.પી. નિર્લીપ્તરાય સહિત સ્ટાફ જાફરાબાદ દોડી ગયો હતો અને ચુસ્ત પગલા લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

કુંકાવાવ તાલુકાના સંતો,મહંતો, વેપારી મહામંડળ, લોહાણા મહાજન સમાજ, બ્રહ્મસેના, સ્‍વામિનારાયણ મંદિર, શ્રીનાથજી પ્રભુની હવેલી દ્રારા જનસેવક પરેશ ધાનાણીનું સન્‍માન કરવામાં આવ્‍યું

City Watch News

આગામી મંગળવારે ‘‘સાતલી યોજના બચાવો” અભિયાન

City Watch News

 લાઠી કલાપી વિનય મંદિર ખાતે ન્યાય પાલિકાની કાર્યપ્રણાલીનું નાટય યોજી ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦/૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

City Watch News