fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા અમલમાં રહેલ જુદા જુદા જાહેરનામાનો ભંગ કરતા ૮૦ ઇસમો સામે ૩૭ ગુન્‍હાઓ દાખલ કરી ૨૪ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ

વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં nCOVID –19 ના સંક્રમણને અટકાવવા માટે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા અમરેલી જિલ્‍લાના મહત્‍વના એન્‍ટ્રી / એક્ઝીટ પોઇન્‍ટ પર ૪૦ ચેકપોસ્‍ટ શરૂ કરી, નાકાબંધી કરી, અમલમાં રહેલ જાહેરનામાઓની ચુસ્તપણે અમલવારી કરાવવા અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. ગઇ કાલ તા.૨૧/૦૫/૨૦૨૦ ના રોજ જાહેરનામાનો ભંગ કરતાં *કુલ ૮૦ ઇસમો વિરૂધ્‍ધ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ તથા ઇ.પી.કો. ૧૮૬૦ તથા ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટ ૨૦૦૫ ની જુદી જુદી કલમો હેઠળ ૩૭ ગુન્‍હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા ૨૪ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે. દુકાન, અનાજ દળવાની ઘંટી, મોલ, કારખાનાં ખુલ્‍લા રાખી, લારીઓ ફેરવી, ઘરે તમાકુનું ગે.કા. વેચાણ કરી, ટોળા ભેગા કરી, સેનીટાઇઝર કે માસ્કની વ્યવસ્થા નહીં રાખી સોશિયલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતા ૨ ઇસમો વિરૂધ્‍ધ દામનગર પોલીસ સ્‍ટેશનમાં ર ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે. કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ વાહનો લઇને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા ૨ ઇસમો સામે બગસરા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ૨ ગુન્‍હાઓ રજી. કરવામાં આવેલ છે. બિનજરૂરી કામ વગર જાહેરમાં તથા ધાર્મિક સ્‍થળોએ ભેગા થઇ ટોળા વળી, સોશ્યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતાં ૩૧ ઇસમો સામે જાફરાબાદ પો.સ્‍ટે.માં ૧ ગુન્‍હો રજી. થયેલ છે. હોમ કોરેન્ટાઇનની સુચના આપેલ હોવા છતાં જાહેરમાં નીકળી, જાહેર આરોગ્ય સાથે ચેડાં કરી, જાહેરનામાનો ભંગ કરતા ૪૫ ઇસમો વિરૂધ્‍ધ લાઠી, દામનગર, વંડા, ખાંભા, બગસરા, સાવરકુંડલા ટાઉન, ડુંગર, અમરેલી તાલુકા અને અમરેલી સીટી પો.સ્‍ટે.માં ૩૨ ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે. આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી જિલ્‍લા પોલીસ કટિબધ્‍ધ અને સતત કાર્યશીલ છે.

Related posts

અમરેલી જિલ્લાના વાવડી ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય બન્ને એ રમુજમાં ઘણું કહી દીધું

City Watch News

કોરોના વાઇરસ મહામારી રોગ નાં કારણે  લોકડાઉન હોવાથી દરેક રેશનકાર્ડ ધારકોને અનાજ પુરવઠો આપવા અને ફિંગરપ્રિન્ટ ના આપવા અંગે માન મુખ્યમંત્રી શ્રી તથા અન્ન  નાગરિક પુરવઠા મંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

City Watch News

સાવરકુંડલા જરૂરિયાત લોકોને ટિફિન ઘરે પહોંચાડતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

City Watch News