fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

રણતીડના ઉદ્દભવની સંભાવનાને ધ્યાને રાખી અગમચેતીના ભાગરૂપે ખેડૂતોને સાવચેતીરૂપ પગલાં લેવા અનુરોધ

તાજેતરમાં રાજ્યના અમરેલી જિલ્લામાં તીડ જોવા મળ્યા છે. રણતીડના ટોળાં હજારો માઇલ દૂરના દેશોમાં
જઇ મોટું નુકસાન કરી શકે છે. જેથી અમરેલી જિલ્લામાં રણતીડના ઉપદ્રવની શક્યતાઓને ધ્યાનમાં રાખી અગમચેતીના
ભાગરૂપે અમરેલી જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો ભીડ ક્યાંથી એટલે કે કઈ દિશા માંથી દિશા માંથી
આવ્યા કેટલાક વિસ્તારમાં બેઠા ક્યાં ગામે કઈ સીમમાં સીમમાં બેઠા તે અંગેની માહિતી તરત જ અત્રેની કચેરીના તીડ
કંટ્રોલ રૂમના ફોન નંબર ૦૨૭૯૨૨૨૩૩૨૪ પર જાણ કરવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.
ઉપરાંત ખેડૂતોને રણતીડ જોવા મળે તો તરત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી)
તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારી કે મદદનીશ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરી ખાતે
તાત્કાલિક જાણ કરવા વિનંતી છે.
રણતીડ નિયંત્રણ માટે ગ્રામ્ય કક્ષાએ તીડ નિયંત્રણ યુનિટ સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતોની આગેવાનીમાં
કાર્યરત કરવું કાર્યરત કરવું. જેમાં જીપ/ ટેલર/ ટ્રેક્ટર તૈયાર રાખવા. તેમજ દવા છંટકાવ માટે ફુટ સ્પ્રેયર અથવા
પાવર ઓફ સ્પ્રેયર તૈયાર રાખવા. તીડની ગીચતાને ધ્યાનમાં રાખી વહેલી સવારના સમયે ક્લોરપાયરીફોસ ૨૦%
ઇ.સી. ૨૪ મિલી, ૫૦ % ઇ.સી.૧૦ મિલી, લેમડાસાયહેલોથ્રીન ૫% ઇ.સી. ૧૦ મિલી, મેલથીયોન ૫૦% ઇ.સી. ૩૭ મિલી,
ફિપ્રોનિલ ૫% એસ.સી. ૨.૫ મિલી, ફિપ્રોનીલ ૨.૯૨% ઇ.સી. ૪.૫ મિલી, ડેલ્ટામેથ્રીન ૨.૮ % ઇ.સી.૧૦ મિલી દવા ૧૦
લિટર પાણીમાં ભેળવી ઉપદ્રવિત વિસ્તારમાં જરૂરિયાત મુજબ છંટકાવ કરવાની ભલામણ જિલ્લા ખેતીવાડી અધિકારી
દ્વારા કરવામાં આવે છે.

Related posts

સાવરકુંડલાનાં માનવ મંદિરમાં ટ્રક ભરીને રાહત સામગ્રીનો જથ્‍થો મોકલી દેવાયો

City Watch News

પૂર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ પોતાના માતૃશ્રીનું અવસાન થતાં દેહદાન કરી સૌ માટે દિશા સુચવી છે

City Watch News

અમરેલી જીલ્લામાં ઘરફોડ ચોરીઓ કરતી ગેંગને ચોરી મોબાઇલ ફોન, રોકડ રકમ, ઘરેણા સહિત કુલ રૂ.૬૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચાર ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.

City Watch News