fbpx
30 C
Gujarat
May 29, 2020
www.citywatchnews.com
અમરેલી

શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી દ્વારા સભાસદોને ફુલ ફેસ માસ્ક વિતરણ કરવામાં આવ્યા

શ્રી ભાગ્યલક્ષ્મી ક્રેડિટ સોસાયટી દ્વારા હંમેશા સભાસદોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લેવાય છે ખૂબ જ ટૂંકા સમયમાં મંડળીમાં પાંચ હજાર ઉપરાંત સભાસદો જોડાઈ ચૂક્યા છે ત્યારે હાલમાં સમગ્ર દેશ અને વિશ્વ કોરોના ની મહામારી થી પીડાઈ રહ્યું છે એવા સમયે lockdown ચારમાં છૂટ મળવાના કારણે લોકોમાં સંક્રમણ ન થાય તે હેતુથી ફુલ ફેસ માસ્ક નો સભાસદોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે અમૂલ ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક ભાઈ વેકરીયા જીલ્લા મધ્ય સહકારી બેંકના જનરલ મેનેજર બી એસ કોઠીયા ભાગ્યલક્ષ્મી ક્રેડિટ સોસાયટીના ચેર પર્સન ભાવનાબેન ગોંડલીયા ડિરેક્ટર અનસુયાબેન શેઠ બાલુભાઇ ગજેરા હેમાંગ ભાઈ ત્રિવેદી ડિપોઝિટ તેમજ સભાસદો હાજર રહ્યા હતા…….. સહકાર શિરોમણી દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન અને આશીર્વાદથી ભાગ્યલક્ષ્મી ક્રેડિટ સોસાયટી દ્વારા 15% ડિવિડન્ડ ફાળવવાની બોર્ડ દ્વારા સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવશે. આગામી પાંચ વર્ષ માટે મંડળી ફક્ત ખેડૂતો સાથે કામ કરશે જેમાં ખેડૂતને ખાતર બિયારણ જંતુનાશક દવા ઉપરાંત તમામ પ્રકારની સુવિધાઓ આપવા પ્રયત્ન કરાશે હવે પછીથી મંડળીમાં નવા સભાસદ તરીકે માત્ર ખેડૂત ખાતેદાર જ જોડાઈ શકશે. મંડળી દ્વારા વાર્ષિક ૧૨ ટકા જેવું આકર્ષક વ્યાજ પણ આપવામાં આવતા સભાસદ તેમજ ડિપોઝિટરોની લાઈન લાગે છે. નવા સભાસદ બનવા આવતા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી ફોન કરીને આવવું જેથી આપને પુરતી સવલત મળી શકે એવું મંડળીના મેનેજર જય યાદવ એ જણાવેલ છે .મો .૯૯૦૪૧૪૪૯૧૯

Related posts

ગંભીર રોગથી પીડાતા હોય અને જેમની દવા અમરેલી જિલ્લામાં મળતી ન હોય તેઓ માટે દવાની વ્યવસ્થા કરવા જોગ

City Watch News

બગસરા બાયપાસ હડાળા રોડ પર ટ્રાફીક જામ

City Watch News

ડેડાણ ગામેથી સરકારી દવાઓનો જથ્થો રસ્તા પર ફેંકી દેવાયો,પટેલ પરા નજીક હાઇવે પર જાહેરમાં દવાઓનો જથ્થો જોવા મળ્યો

City Watch News