fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
અમરેલી સૌરાષ્ટ - કચ્છ

સિંહોનાં અકાળે થતાં મોત અટકતા નથી

ધારી ગીરપુર્વના સિંહોના મોતનો સિલસિલો બંધ થવાનું નામ લેતો નથી. સિહો માટે ધારી ગીર પૂર્વ કબ્રસ્‍તાન સમાન હોય તેમ ત્રણ માસમાં ત્રીસ સિંહોના મોત નિપજયા છે. મિતિયાળા અભયારણ્‍યમાંથી સિંહોનો એટલી હદે કોહવાયેલો મૃતદેહ મળ્‍યો કે તમામ અવશેષોને કોથળામાં ભેગા કરવા પડયા જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. આ ઉપરાંત રાજુલાના કોવાયા નજીક પકડાયેલ યુવા સિંહને પણ સારવાર દરમિયાન મોત થયું અને ખાંભામાં એક સિંહનું ઇનફાઇટમાં મોત થતાં ચકચાર મચી ગઇ છે. વનવિભાગ દ્વારા સિંહોના મોતનો સિલસિલો છુપાવાના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેમ સમગ્ર મામલો સામે આવ્‍યા વિના રહેતો નથી. જેમાં છેલ્લા ર4 કલાકમાં ધારી ગીરપુર્વની અલગ અલગ રેંજમાં ત્રણ સિંહોના મૃતદેહ મળ્‍યા છે. સાવરકુંડલા રેન્‍જના મિતીયાળા અભ્‍યારણ્‍ય વિસ્‍તારમાંથી ગઈકાલે એક સિંહનોમૃતદેહ મળ્‍યો તે એટલી હદે કોહવાયેલો હતો કે તેના હાડકાઓ જ બચ્‍યા હતા અને તે અલગ-અલગ જગ્‍યાએથી કોથળામાં ભેગા કરવા પડયા હતા તેનું પીએમ થઈ શકે તેવી પણ કોઈ શકયતાઓ હતી નહીં. રાજુલાના કોવાયા નજીક ત્રણ ચાર દિવસ પહેલા પાંચ વર્ષના સિંહને સારવાર માટે બાબરકોટ એનિમલ કેર હોસ્‍પિટલમાં રાખવામાં આવ્‍યો હતો જયાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને આજે ખાંભાના પીપળવા રાઉન્‍ડમાં એક સિંહનું ઇનફાઇટમાં મોત થયું છે. વનવિભાગના અધિકારી દ્વારા ઈનફાઈટમાં સિંહનું મોત થાય તો તુરંત મીડિયાને જાણ કરવામાં આવે છે પરંતુ રોગમાં સિંહ મોતને ભેટે તો કોઈ જાણ કરવામાં નથી આવતી. તેના પરથી વનવિભાગનો ઈરાદો ખુલીને સામે આવી ગયો છે. સાવરકુંડલા રેન્‍જમાંથી ગઇકાલે ત્રણ સિંહોને અને ખાંભા રેન્‍જમાંથી એક કુલ ચાર સિંહોને રેસ્‍કયુ કરી સારવાર માટે એનિમલ કેર હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. આ ઉપરાંત હજુ ઘણાં સિંહ બિમારીથી કણસી રહ્યા હોય તેઓને પકડવા માટેની કામગીરી પણ ધારી ગીરપુર્વમાં ચાલી રહી છે. છતાં વનવિભાગના અધિકારીઓ સબ સલામતનું ગાણું ગાઈ પોતાનો લૂલો બચાવ કરી સિંહોના મોતનો અને રોગનો સમગ્ર ઘટનાક્રમ પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસોની ભારે ટીકા થઇ રહી છે. ખાંભા વિસ્‍તારમાં 13ગ્રુપના સિંહોમાંથી પાંચ માતાને છોડવામાં આવી છે અને તેના આઠ બચ્‍ચાઓ હજુ સુધી છોડવામાં ન આવતા વન વિભાગ પર અનેક સવાલો થઈ રહ્યા છે. કોરોનાની મહામારીમાં સરકાર મોત, ટેસ્‍ટ સહિતના આંકડાઓની ગડમથલમાં ફસાઈ છે. સરકાર પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે તેમ વનવિભાગ પણ સિંહોની મહામારીમાં કોરોનાની જેમ જ સમગ્ર ઘટનાક્રમને ઉચ્‍ચ કક્ષાએથી જ દબાવવામાં પ્રોત્‍સાહન આપવામાં આવતું હોય તેવા આક્ષેપો વન્‍ય પ્રેમીઓ કરી રહ્યા છે.

Related posts

સુરત અમદાવાદ કે અન્ય જગ્યા પરથી અમરેલીમાં પ્રવેશ કરવા માટે ચાવંડ ચેકપોસ્ટ પર આવતા લોકો માટે ચા નાસ્તો કરાવ્યો

City Watch News

BREKING NEWS સાવરકુંડલાના વિજપડી ઘાડલા વચ્ચે ટ્રેકટર પલટી મારી : ૧ મહિલાનું મોત

City Watch News

ઈશ્વરીયાની સેવા સહકારી મંડળીના 252 ખેડૂતો દ્રારા રૂા.1,75,000/- પી.એમ.કેરમા જમા કરાવ્યા. વિપતિમા પણ દેશને વહાલ કરતા ખમીરવંતા ખેડૂતો, અવિરત સહાય

City Watch News