fbpx
www.citywatchnews.com
અમરેલી

મોટી કુંકાવાવ(અમરેલી) તાલુકા પંચાયતના કર્મચારીને ફોન-પે તરફથી ગીફટ વાઉચર જીત્યા હોવાની લાલચ આપી,ફ્રોડ લીંક દ્રારા ઉપાડી લીધેલ રકમમાંથી રૂ.૪૫૦૦/- પરત અપાવતી અમરેલી જીલ્લા સાયબર ક્રાઇમ સેલ ટીમ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબે જીલ્લામાં ઓનલાઇન ફ્રોડ તથા સાયબર
ક્રાઇમને લગતા બનાવોને અંકુશમાં લેવા તથા આમ નાગરીકોના મહેનતની કમાણી પરત
અપાવવા અંગે સાયબર સેલને આપેલ સુચના અનુસંધાને,
મોટી કુંકાવાવ(અમરેલી) તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા નેહલબેન પંડયાને
કોઇ અજાણ્યા સાયબર ક્રિમીનલે તા.૧૬/૦૫/૨૦૨૦ નારોજ ફોન કરી ’’પોતે ફોન-પે
કંપનીનો અધિકારી હોવાનુ જણાવી,ફોન-પે તરફથી તમને ઇનામી ડ્રોમાં ગીફટ વાઉચર
આપવામાં આવેલ છે જે મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં એક લીંક મોકલવામાં આવેલ
છે જેને OPEN કરો’’ જેથી અરજદારે આવેલ લીંક પર કલીક કરતા તેમના બેંક ખાતામાંથી
જુદાજુદા ટ્રાન્ઝેકશનથી કુલ રૂ.૧૮૦૦૦/- ઓનલાઇન ફ્રોડ મારફતે ઉપડી ગયેલ જે અંગે
અરજદારને SMS થી જાણ જતા તેઓએ તાત્કાલીક અમરેલી જીલ્લા સાયબર ક્રાઇમ સેલ
PSI એમ.એમ.પરમારનો સંપર્ક કરી,ઉપરોકત બનાવ બાબતે જાણ કરેલ.
સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્રારા તુર્તજ કાર્યવાહી હાથ ધરી,અરજદારની બેંક
પાસબુક,ફોન-પે વોલેટ,બેંક સ્ટેટમેન્ટ તથા નેહલબેન સાથે થયેલ ઓનલાઇન ફ્રોડની તમામ
જરૂરી માહિતી એકત્રીત કરી જીણવટભરી રીતે તપાસ કરતા મળી આવેલ માહિતી પરથી
ધટતી તમામ કાર્યવાહી કરી,આ ફ્રોડ ટ્રાન્જેકશન બ્લોક કરાવેલ તેમજ ઓનલાઇન ફ્રોડમાં
ગયેલ રકમમાંથી રૂ.૪૫૦૦/- બચાવી લઇ નેહલબેનને પરત અપાવી આગળની કાર્યવાહી
હાથ ધરેલ છે.
પોલીસ અધિક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન અને સુચના હેઠળ આ પ્રસંશનિય
કામગીરી સાયબર ક્રાઇમ સેલ PSI એમ.એમ.પરમાર તથા પો.કોન્સ. આસીફભાઇ ગોરી
દ્રારા કરવામાં આવેલ છે.

Related posts

અમરેલી તાલુકાના સરપંચશ્રીઓ એ મુખ્યમંત્રી રાહત નિધિમાં વ્યક્તિગત ફંડ આપ્યું

City Watch News

બાબરા ખાતે ૨૬ ફેબ્રુઆરીના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

City Watch News

અમરેલી જિલ્‍લામાં ‘‘આફતને અવસર”માં ફેરવવાની તક

City Watch News