fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
અમરેલી

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી આમ આદમી પરેશાન

લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્‍ટ્રલ એક્‍સાઈઝ ડયૂટીમાં વારંવાર અને ગેરવ્‍યાજબી વધારાથી ભારતની જનતા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જયારે અભૂતપૂર્વ આરોગ્‍યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્‍યારે મોદી સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેમજ એક્‍સાઈઝ ડયૂટીમાં વારંવાર વધારો કરીને જનતાની હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે.મોદી સરકાર દ્વારા ભારતની જનતા પાસેથી કરવામાં આવી રહેલી લૂંટ બહુ ઉઘાડી લૂંટ છેમે, ર014 જયારથી ભાજપ સત્તા પર આવેલ ત્‍યારથી, પેટ્રોલ ઉપર એક્‍સાઈઝ ડયૂટી રૂા. 9.ર0 પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂા. 3.46 પ્રતિ લીટર હતી. છેલ્લા છ વર્ષમાં ભાજપની કેન્‍દ્ર સરકારે પેટ્રોલ ઉપર રૂા. ર3.78 પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂા. ર8.37 પ્રતિ લીટર એક્‍સાઈઝડયૂટીનો વધારો કરેલ છે. ડીઝલમાં એક્‍સાઈઝ ડયૂટીમાં 8ર0% નો અને પેટ્રોલમાં એક્‍સાઈઝ ડયૂટીમાં રપ8% નો આ આઘાતજનક વધારો કરવામાં આવ્‍યો છે.માત્ર પેટ્રોલ અને ડિઝલના ભાવો અને એક્‍સાઈઝ ડયૂટીમાં વધારા દ્વારા જ મોદી સરકારે છેલ્લા છ વર્ષમાં રૂા. 18,00,000 કરોડની કમાણી કરી છે.ત્રણ માસ પૂર્વે લોકડાઉનના સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં અને એક્‍સાઈઝ ડયૂટીમાં વારંવાર વધારા દ્વારા જે રીતે નફાખોરી વસૂલવામાં આવી રહી છે. તે શોષણનું સૌથી વરવું સ્‍વરૂપ છે.પ મી માર્ચ, ર0ર0 ના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂા. 3 નો વધારો કરવામાં આવ્‍યો હતો. પ મી મે, ર0ર0 ના રોજ મોદી સરકારે ડિઝલ ઉપર એક્‍સાઈઝ ડયૂટીમાં પ્રતિ લીટર રૂા. 13 અને પેટ્રોલ ઉપર પ્રતિ લીટર રૂા. 10 નો વધારો કર્યો. 7મી જૂન, ર0ર0 થી ર6મી જૂન, ર0ર0 સુધીમાં, આ નિર્દયી મોદી સરકારે સતત ર0 દિવસ સુધી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. આ ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂા. 10.80 નો અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂા. 8.87 નો વધારો થયો છે.તેથી માત્ર છેલ્લા સાડા ત્રણ મહિનામાં જ ભાજપ સરકારે ડિઝલના ભાવ અને તેના પર એક્‍સાઈઝ ડયૂટીમાં પ્રતિ લીટર રૂા. ર0.48 નો અને પેટ્રોલમાં પ્રતિ લીટર રૂા. ર1.પ0 નો વધારો કર્યો છે.સરકાર દ્વારા જનતાનું આનાથી વધારે ખરાબ શોષણ શું હોઈ શકે ભારતની જનતાની છેતરપીંડી અને તેની પરસેવાની કમાણીમાંથી લોહી ચૂસવાની વૃત્તિનો સૌથી મોટો પૂરાવો એ હકીકત છે કે, છેલ્લા કેટલાય મહિનાથી ક્રુડ ઓઈલના ભાવો ઘટી રહ્યાં છે.ર4મી જૂન, ર0ર0 નારોજ ક્રુડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 43.41 અમેરીકી ડોલર અથવા રૂા. 3ર88.71 હતો. એક બેરલ 1પ9 લીટરનું થાય. તેથી પ્રતિ લીટર ક્રુડ ઓઈલનો ભાવ ર4મી જૂન, ર0ર0 ના રોજ પ્રતિ લીટર રૂા. ર0.68 થાય. તેની સામે, પેટ્રોલ-ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂા. 80 ની નજીક છે. જે બાબત મોદી સરકારની બેફામ નફાખોરી અને જનતાને લૂંટવાની વૃત્તિ પૂરવાર કરે છે.

Related posts

વનતંત્ર સાપરમાં શોધતુ રહ્યું અને દીપડી કાગદડીની સીમમાં પાંજરે પુરાઈ

City Watch News

દામનગર અને તાજપર આંગણવાડી કેન્દ્રો પર આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર છત્રાલના નેતૃત્વમાં સરકારના વિવિધ અભિયાનોના સંદેશ સાથે પતંગોત્સવ ઉજવાયો

City Watch News

અમરેલીના વાંકીયાગામે 9 મિનિટ દિપક પ્રગટાવીને કોરોનાને મહાત આપવાના સંકલ્પો લેવાયા

City Watch News