fbpx
www.citywatchnews.com
અમરેલી

અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં કોરોનાની લેબોરેટરી શરૂ કરો : અશ્‍વિન સાવલીયા

અમરેલીની અમર ડેરીના ચેરમેન અશ્‍વિન સાવલીયાએ રાજયના આરોગ્‍ય મંત્રી નીતિન પટેલને પત્ર પાઠવેલ છે.પત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં અમરેલી જિલ્‍લામાં કોવિડ-19 કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબ તેજીથી વધી રહયું હોય તેવાસંજોગોમાં કોરોના સંક્રમણ શંકાસ્‍પદ લોકોની લેબ ટેસ્‍ટીંગ રિપોર્ટ કરવો ખૂબ જ જરૂરી હોય પરંતુ અમરેલી જિલ્‍લામાં કોરોના વાઈરસની લેબ ટેસ્‍ટીંગ માટેની કોઈ સુવિધા ઉપલબ્‍ધ ન હોવાથી કોરોના વાઈરસનો રિપોર્ટ કરાવવા માટે અન્‍ય જિલ્‍લાઓમાં બ્‍લડ સેમ્‍પલો મોકલવા પડે છે અને તેમાં ઘણો સમય પસાર થાય છે અને પૂરતા પ્રમાણમાં લેબ રિપોર્ટ થતા ન હોય જેના કારણે લોકોને કોરોનાની સમયસર સારવાર પ્રાપ્‍ત ન થતી હોય જેથી કોરોના સંક્રમણમાં વ્‍યકિતનું મૃતયુ થાય છે. તેવા સંજોગોને ઘ્‍યાને લઈ ઉપરોકત વિષયને ટોચ અગ્રતા આપી અમરેલી જિલ્‍લાના લોકોની આરોગ્‍યની સલામતી માટે કોવિડ-19 કોરોના વાઈરસ લેબ ટેસ્‍ટીંગ લેબોરેટરીની મંજૂરી આપી શરૂ કરાવવા અંતમાં માંગ કરેલ છે.

 

Related posts

અમરેલી જિલ્લામાં રોજગારી અર્થે આવેલા ૧૦૫૪ પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલાયા

City Watch News

અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૬ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૨૨૧ કેસ નોંધાયા : ૧૧૪ કેસ નેગેટિવ :૭ રિપોર્ટ પેન્ડિંગ

City Watch News

“જનતા કફર્યુમા” જનતાનો સાથ-સંયમ કાબીલેદાદ : કૌશિક વેકરીયા

City Watch News