www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી રાજકીય

ભાજપ અને પાટીદાર ધારાસભ્યોને ગદર્ભ કહેનાર હાર્દિક પટેલ ના નિવેદન સામે કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા વળતો પ્રહાર

ભાજપ અને પાટીદાર ધારાસભ્યોને ગદર્ભ કહેનાર પાસ ના નેતા હાર્દિક પટેલ ના નિવેદન સામે કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા એ અમરેલીની હોસ્પિટલ ના ઉદધાટન પ્રસંગે વળતો પ્રહાર કરીને પોતાનો મત હાર્દિકને જણાવ્યો હતો.ભાજપના ફાયર બ્રાંડ ગણાતા કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલા એ આજે અમરેલી ની હોસ્પિટલ માં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો મુકાવવાના ઉદધાટન પ્રસંગે હાર્દિક પટેલે ૪૪ ધારસભ્યોને ગદર્ભ કહેલા તે અંગે પૂછતાં કેન્દ્રીય મંત્રીએ હાર્દિક પટેલને સમો ગદર્ભ કહ્યો હતો અને જેના જે ભાથા માં હોય તે આપે…હાર્દિક પટેલ ભાજપ સરકાર ની સામે બેફામ નિવેદન કરી રહ્યો છે ત્યારે હાર્દિક પટેલ સામે હજુ સુધી કોઈ ભાજપ ના નેતા બોલતા નથી ત્યારે અમરેલી ના ભાજપ ના નેતા પુરુષોતમ રૂપાલા એ હાર્દિકને ગદર્ભ કહેતા આગામી દિવસોમાં રાજકારણ ગરમાઈ તેવા સંજોગો સર્જાશે.