www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

લાઠી-બાબરા બેઠક પર પાટીદાર ભામાશા ગોપાલ વસ્તરપરાને ટીકીટ આપીને મેદાનમાં ઉતારવામાં આવતા ભાજપે દાવ ખેલ્યો..જુઓ વિડીયો

[wpdevart_youtube]kwpMx2K_b4I[/wpdevart_youtube]

ભાજપે વિધાનસભાની ચુંટણીના બીજા રાઉન્ડ માં અમરેલીની લાઠી બાબરા બેઠક પર ગોપાલ વસ્તરપરા ચમારડી ને ટીકીટ આપીને પાટીદાર  ભામાશા ઉમેદવાર ને મેદાનમાં ઉતારવામાં આવતા ગોપાલ ચમારડી નવો ચહેરો અમરેલી જીલ્લાની બેઠક પર મુકીને ભાજપે દાવ ખેલ્યો છે.અમરેલી જીલ્લાની અમરેલી, ધારી, રાજુલા બેઠક બાદ બીજા રાઉન્ડ માં ફક્ત લાઠી બેઠક નાજ ઉમેદવાર તરીકે પાંચાલ પંથક ગણાતા બાબરા ના ચમારડી ગામના રહીશ પાટીદાર ભામાશા ગોપાલ વસ્તરપરા ને ભાજપે ઉમેદવાર બનાવીને વિધાનસભાની ચુંટણી જીતવા નવીજ રણનીતિ સાથે નવો ચહેરો મેદાનમાં ઉતારતા લાઠી બેઠક ભાજપ માટે ફાયદાકારક સાબિત થવાની શક્યતા વધી છે.સુરત રહવા છતાં માતૃભીમી લાઠી-બાબરા પંથક માટે કઈક સારું કરવાની ભાવના થી રાજ્કાત્રણ માં આવેલા ગોપાલ ચમારડી  રાજકીય કરતા સામાજિક કાર્યો કરીને જનતા ના હર્દયમાં સ્થાન પામ્યા છે ત્યારે પાંચાળ પંથકની દીકરીઓના માવતર તરીકે ઓળખાતા ગોપાલ ચમારડી…લાઠી-બાબરા-દામનગર ત્રણ તાલુકાના ૧૧૨ જેટલા ગામડાઓની દીકરીને ભણતર સાથે લગ્ન કરાવીને ૧ હજાર દીકરીઓના ગરીબ ખેડૂત માતા-પિતાને દહેજના ખપ્પર માંથી બચાવવા માટે દીકરી સાપ નો ભરો નહિ પણ દીકરી તુલસી ક્યારો ના સરકારના દીકરી બચ્વવાના અભિગમને સાર્થક કરવા ગોપાલ ચમારડીની સમાજસેવા રંગ લાવી અને ભાજપે પાટીદાર ભામાશા દીકરીના માવતર ને ટીકીટ આપી છે.દીકરીના બાપ ગોપાલ ચમારડી ૧ હજાર દીકરી ના માવતર બનવા પાછુ વળીને નથી જોયું દરવર્ષે જ્ઞાતિ-જાતી થી પર રહીને સમૂહલગ્ન કરાવીને રાજકારણ વિષય ન હોવા છતાં રાજકારણ માં પ્રવેશીને દરેક જનતાને સામાજિક લાભો મળી રહે તેવી ભાવના ભામાશા ગોપાલ ચમારડીએ વ્યક્ત કરીને લાઠી બેઠકમાં જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.રાજકારણ માં રાજકીય લોકો સ્વાર્થ માટે જનતા ને ઉલ્લુ બનાવતા હોય છે પણ રાજકારણ થકી સામાજિક અભિગમને સાર્થક કરવા લાઠી બેઠકમાં ખોડલધામ મંદિર નિર્માણ કરાવવામાં સિંહફાળો આપનાર ગોપાલ ચમારડી પર ભાજપે દાવ ખેલીને જીત મેળવવા ઉતર્યા છે