www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ઓબ્‍ઝર્વરશ્રી વિશ્વમોહન શર્માએ ધારી ખાતે VVPAT અને EVM કામગીરીનું નિદર્શન નિહાળ્યું

ભારતના ચૂંટણીપંચ તરફથી જાહેર થયેલ કાર્યક્રમ મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત અમરેલી જિલ્લાની વિધાનસભાની ચૂંટણી આગામી ૯- ડિસેમ્‍બર-૨૦૧૭ના રોજ યોજાનાર છે.
અમરેલી જિલ્‍લાની ૯૪-ધારી વિધાનસભા મતદાર વિભાગમાં નિયુક્ત ઓબ્‍ઝર્વરશ્રી વિશ્વમોહન શર્માએ EVM સ્‍ટ્રોંગરૂમ, રિસીવીંગ, ડિસ્‍પેચીંગ સેન્‍ટર તથા ધારી તાલુકાના અસુરક્ષિત મતદાર મથકોની મુલાકાત લીધી હતી. પ્રાંત કચેરી-ધારી ખાતે ચૂંટણલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી-ધારી સહિત ફરજ પરના અધિકારી-કર્મચારીશ્રીઓએ VVPAT અને EVM કામગીરીનું નિદર્શન નિહાળી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતુ.