www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

આંબરડી પાર્કમાં સિંહ પરિવારના અચ્છે દિન, સિંહણ માતા બનશે

ગીર અભયારણ્યમાં ધારી નજીક નવા નવા જ બનેલા સફારી પાર્ક આંબરડીમાં હવે સાવજોના આંગણે પારણુ બંધાવા જઇ રહ્યું છે. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર તાજેતરમાં જ પ્રણયફાગ ખેલ્યા બાદ અહી રાખવામાં આવેલી ‘શૈલજા’ નામની સિંહણ ગર્ભવતી બન્યાના સંકેતો મળી રહ્યા છે. જેને લઇને અહીં આવતા પ્રવાસીઓને ટૂંક સમયમાં જ કદાચ સિંહબાળ ૫ણ જોવા મળી જશે! અમરેલીના ધારી નજીક ગિર અભયારણ્યમાં સિંહદર્શન માટે આશરે ૪૦૦ હેક્ટર જેટલા વિસ્તારમાં નવો આંબરડી સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે. ગત ૧૭ ઓક્ટોબરના રોજ એટલે કે ફક્ત ત્રણ માસ ૫હેલા ખૂલ્લો મુકાયેલો આ સફારી પાર્ક એકાદ માસ ૫હેલા સિંહ યુગલના પ્રણયફાગને લઇને સમાચાર માધ્યમમાં છવાયો હતો. સાવજોને ખુબ જ ઝડ૫થી માફક આવી ગયેલા આ સફારી પાર્કમાં રાખવામાં આવેલી ‘શૈલજા’ નામની સિંહણ અને ‘જ્ઞાાન’ નામના સિંહ વચ્ચે સંવનન થયા બાદ હવે શૈલજાને ‘સારા દિવસો’ જઇ રહ્યા છે.ગર્ભવતી બન્યાના ૧૧૦ દિવસ બાદ સામાન્ય રીતે સિંહણ બે થી ત્રણ બચ્ચાને જન્મ આ૫તી હોય છે. શૈલજા પણ આ પ્રમાણે જ ગર્ભધાનનો સમય પુરો થયા બાદ સિંહબાળને જન્મ આ૫શે. ધારણા કરતા ઓછા સમયમાં જલદીથી અહી સહેલાણીઓને સિંહબાળ જોવાનો લ્હાવો મળે તો નવાઇ નહીં!  અહીંના મદદનીશ વનસંરક્ષક સી.પી.રાણપરીયાએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું.સિંહણ ગર્ભવતી છે કે નહીં? તે જાણવા માટેના ખાસ સંકેતો હોય છે. આવા સંકેતો શૈલજામાં જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે સંવનનના દોઢ-બે માસ ૫છી આવા લક્ષણો દેખાવા માંડતા હોય છે. ગર્ભવતી બનેલી સિંહણનો પેટનો ભાગ ફૂલવા માંડવો, સ્તનના આકારમાં વધારો થવો, ચાલવાની ક્રિયામાં ફેરફાર થઇ જવો, ચહેરા ઉ૫ર ચમક આવી જવી વગેરે લક્ષણો જોવા મળતા હોય છે. આવા લક્ષણોને જોતા શૈલજા આગામી દિવસોમાં નવા સિંહબાળને જન્મ આપે, તેવી આશા સેવાઇ રહી છે. આંબરડી પાર્કમાં પ્રાથમિક ધોરણે વનવિભાગ દ્વારા બે માદા ‘શૈલજા’ અને ‘અનામિકા’ તથા એક નર ‘જ્ઞાાન’ મળી કુલ ત્રણ સિંહ રાખવામાં આવ્યા હતાં. જેમાંથી શૈલજા અને જ્ઞાાન યુગલની સફર સંવનન સુધી ૫હોંચી છે. સફારી પાર્કના સૌપ્રથમ યુગલના નવા આવનાર સિંહબાળને લઇને વનવિભાગ ૫ણ ઉત્સુક છે. આ બચ્ચા નોંધપાત્ર હોય, તેની કાળજી લેવા માટે ખાસ વ્યવસ્થા ૫ણ ગોઠવવામાં આવશે. રોજ ૨૦૦થી વધુ લોકો પાર્કની મુલાકાતે આવે છે.. આંબરડી સફારી પાર્કે પ્રવાસીઓને આકર્ષવામાં સફળતા મેળવી છે. આંબરડી પાર્ક શરૃ કરાયો તેના ત્રણ માસમાં આજ સુધીમાં કુલ ૩૯૦૦૦ મુલાકાતી અહી સિંહદર્શન કરી ચૂક્યા છે. રોજના સરેરાશ ૨૦૦થી ૨૫૦ પ્રવાસી પાર્કમાં સિંહ દર્શન માટે આવે છે. એક કારણ એ છે કે ધારી આસપાસ ખોડિયાર ડેમ સિવાય મનોરંજનનું કોઈ સાધન નથી. સિંહ જોવા જવું હોય તો લોકોએ આખુ જંગલ પાર કરી સામા છેડે સાસણ કે પછી દેવળિયા પાર્ક જવું પડતું હતું. પરંતુ હવે ધારી પાસે જ પાર્ક બનતાં ધારી-અમરેલી-બગસરા વિસ્તારના પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે. પ્રવાસીઓને પાર્કમાં ફેરવવા માટે ૩ બસ રાખવામાં આવી છે. પાર્કના ૧૪ કિ.મી.ના રૃટ ઉ૫ર આ બસ આશરે ૪૫ મિનીટ જેટલા સમય માટે પ્રવાસીઓને સફારી કરાવાય છે. પ્રવાસીઓને કારણે પાર્કને ૩ મહિનામાં જ ૫૯ લાખ રૃપિયા જેવવી નોંધપાત્ર આવક થઈ છે. અહી સિંહ સિવાય પ્રવાસીઓને દી૫ડા, ચિંકારા, હરણ, રોઝ, શિયાળ સહિતના પ્રાણી તેમજ ૫ક્ષીઓ જોવા મળે છે.