www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

બીટ કોઈન પ્રકરણ બાદ અમરેલી એલ.સી.બી.માં નોકરી કરવા પોલીસ તંત્રને લગાવવા પડ્યા બોર્ડ…ઇન્ચાર્જ એસ.પી.એ રૂટીન પ્રક્રિયા ગણાવી તો પોલીસ કર્મીઓ અવઢવમાં….એસ.પી ના બદલીના ઓર્ડર બાદ હજુ પણ એસ.ઓ.જી.બ્રાન્ચ કાર્યરત…!!!

બીટ કોઈન પ્રકરણ બાદ અમરેલી જીલ્લા પોલીસ તંત્રની આબરૂ ધૂળધાણી થઇ છે એલ.સી.બી.જેવી મહત્વની પોલીસ તંત્રની બ્રાન્ચમાં કોઈ પોલીસ કારમી જવા તૈયાર નથી ત્યારે અમરેલી જીલ્લા પોલીસ તંત્રે છબી સુધારવા અમરેલી જીલ્લાના પોલીસ મથકો પર નોટીસ બોર્ડ લખીને એલ.સી.બી.બ્રાંચ માં નોકરી કરવા માંગતા પોલીસ કર્મીના રીપોર્ટ કરવાના લખાયેલ વાક્યોથી સમગ્ર પોલિસ બેડામા ચર્ચાનો વિષય બન્યો છે.બિટકોઇન કેસ બાદ અમરેલી એસ.પી. સહીત એલ.સી.બી. પી.આઈ.અનંત પટેલ સહીત ૯ પોલીસ કર્મી આરોપી ના પાંજરામાં આવી ગયા છે ત્યારે એસ.પી. જગદીશ પટેલની ધરપકડ બાદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક દ્વારા અમરેલી જીલ્લા પોલીસ તંત્ર માં ફેરફાર કાર્ય છે થોડા દિવસ પહેલા ૨૦૦ પોલીસ કર્મીઓનો ઘાણવો કાઢી નાખ્યા બાદ અમરેલી ના પોલીસ મથકો સાથે સાવરકુંડલા પોલીસ મથકમાં નોટીસબોર્ડમા એલ.સી.બી.મા કામ કરવા માગતા કર્મચરીઓ માટે લખાયેલ સુચના મુજબ દસ વર્ષની નોકરી હોવી જોઇએ.. પચાસથી વધારે ઇનામ મેળવેલ હોવા જોઇએ અને સારી સ્વચ્ચ્છ છબી હોઇ તેમણે રીપોર્ટ કરવા જણાવાયુ છે ત્યારે આ બોર્ડમા તા.29.4.18 ના રોજ સુચના લખવામા આવી છે તો સાવરકુંડલા પોલીસ મથકમાં ૨૯ એપ્રિલે સુચના બોર્ડ માં લખાયેલી જોવા મળી રહી છે જેને આજે ચાર દિવસ પુરા થવા આવ્યા છતા પોલિસ કર્મીઓ સુચના વાચે છે અને વિચારે છે પછી બહાર નિકળી જતા રહે છે હજી કોઇ કર્મીઓનો રીપોર્ટ આવ્યો નથી ત્યારે આ બાબતની સ્પ્ષ્ટ્તા કરતા અમરેલી ઇન ચાર્જ એસ.પી.બી.એમ.દેસાઈએ જણાવ્યુ કે આ સુચના લખવાની પ્રક્રિયા નવી નથી રુટીંગ છે.ઘોડા છૂટી ગયા પછી પોલીસ તંત્ર તબેલે તાળા મારવા નીકળ્યું હોવાનો ઘાટ હાલ ઘડાયો હોય્બ તેવું લાગી રહ્યું છે ઇન્ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક દેસાઈ એ ૨૦૦ પોલીસ કર્મીઓ સાથે અમરેલી એસ.ઓ.જી.ના સ્ટાફ ની બદલી તાત્કાલિક ધોરણ થી કરી હતી પણ હજુ એક પણ એસ.ઓ.જી.નો કારમી છૂટો નથી થયો કે અન્ય ૨૦૦ પોલીસ કર્મીઓના છુટા થવાના ઓર્ડર માં કોઈ પોલીસ કર્મી છુટા નથી થયા તેવું પણ જાણવા મળી રહ્યું છે બીટ કોઈન બાદ પોલીસ તંત્ર છબી સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યું હોય પણ નક્કર કાર્યવાહી હજુ જોવા મળતી નથી તે વાસ્તવિકતા છે તો અમરેલી એલ.સી.બી.માં કોઈ પોલીસ નોકરી કરવા તૈયાર નથી થતું જેથી પોલીસ અધિક્ષકે નોટીસ બોર્ડ મારવા પડયા હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે