www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી જિલ્લા પંચાયતનો અધિક મદદનીશ ઈજનેર લાંચ લેતા પકડાયો

અમરેલી તાલુકાનાં વાંકિયા ગામનો બંધારો અને પુર સંરક્ષણ કામ પેટે વધુ રકમ મંજુર કરવાં બદલ જીલ્લા પંચાયતનાં અધિક મદદનિશ ઈજનેરને એસીબીએ આજે રૃા ૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા લાંચિયા વર્ગમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત વિગત મુજબ, વર્ષ ૨૦૧૫માં અમરેલી જીલ્લામાં ત્રાટકેલા વાવાઝોડાએ મોટી ખાનાખરાબી સાથે તારાજી સર્જી હતી. અને તેમાં અનેક માનવ જીંદગી હોમાઈ ગઈ હતી. ખેડૂતોનાં ખેતરોનું ધોવાણ થઈ ગયું હતું. જેમાં અમરેલી તાલુકાનાં વાંકિયા ગામની સીમમાં સર્જાયેલી તારાજીમાં ગામનો બંધારો અને પુર સંરક્ષણ પેટેનાં કામ માટે અમરેલી જીલ્લા પંચાયતમાં નાની સિંચાઈ પેટા વિભાગનાં અધિક મદદનિશ ઈજનેર બાવચંદભાઈ લક્ષ્મણભાઈ વાડદોરીયાએ રૃા ૨ લાખ થી વધુ રકમની લાંચની માંગણી કરી હતી. જે રકમ પેટે આજે સાંજનાં અમરેલી માર્કેટયાર્ડ સામે રૃા ૧ લાખ રોકડ રકમની લાંચ લેતાં ભાવનગર એ.સી.બી.નાં પી.આઈ. ઝેડ.જી. ચૌહાણ તથા અમરેલી એસીબીનાં ઉમેદભાઈ ધાધલ સહિતનાએ રંગેહાથ ઝડપી લેતાં ભારે ફફડાટ વ્યાપી ગયેલ હતો.