www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી જીલ્લાના વિરપુર ગામે વાલીડા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં જોડાતા ત્રણ હજાર ઉપરાંત ભાવિકો

અમરેલી જીલ્લાના નાનકડાં એવા વિરપુર(ગઢિયા) ગામે માત્ર બે વર્ષમાં તૈયાર થયેલ બહેનો અને ભાઇઓ માટેના શ્રીસ્વામિનારાયણ મંદિર તૈયાર થતા, એ બંને મંદિરમાં ઠાકોરજીની કનિદૈ લાકિઅ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા-૬-૫-૧૮ થી શરૂ થયેલ છે.  મહોત્સવ પૂર્વે વહેલી સવારે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ત્રણ કનિદૈ લાકિઅ હજાર જેટલા અકિલા તમામ જ્ઞાતિના આબાલવૃદ્ઘ સર્વે જોડાયા હતા. શોભાયાત્રામાં પ્રથમ સૂરીલું બેન્ડ, પંદર જેટલા અશ્વસ્વારો, પાંચ સો જેટલા સાફાધારી કનિદૈ લાકિઅ યુવાનો, કળશ-ગાગર મસ્તકે ધારણ કરતી પચરંગી ડ્રેસમાં ત્રણસો બહેનો તેમજ શ્રીમદ્ભાગવત અકીલા ગ્રંથને મસ્તકે ધારણ કરતી એકાવન બહેનો, રબારી કનિદૈ લાકિઅ સમાજની રાસ રમતી ધૂન-મંડળી, લેજીમ, વોન્ટસના દાવ કરતી બહેનો જોડાઇ હતી. આખુંય વિરપુર ગામ ધજા-પતાકાથી શણાગાર્યું હતું. ઠેર ઠેર બહેનો પુષ્પ-ચોખાથી કનિદૈ લાકિઅ ઠાકોરજીની વધાવી આરતી ઉતારતા હતા. આખાયે ગામમાં શોભાયાત્રા ફરી કથાસ્થાને આવતા તમામ ભકતો સભામાં ગોઠવાતા આકાશમાંથી દ્યનશ્યામ મહારાજ નીચે કનિદૈ લાકિઅ ઉતરી સભામાં બિરાજતા ભકતોએ જયનાદ કર્યો હતો.  એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ કથાના વકતા શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી કનિદૈ લાકિઅ સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, ધોરાજીના પુરાણી મોહનપ્રસાદદાસજી તથા યજમાનશ્રીઓએ દીપપ્રાગટ્ય કરી મહોત્સવની શરૂઆત કરાવી હતી.  કથાનું કનિદૈ લાકિઅ માહાત્મ્ય સમજાવતા શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રીમદ્ભાગવત હિન્દુ સંપ્રદાયનો શિરમોડ ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન વારાહ, નૃસિંહ વગેરે અવતારોની અદ્ભૂત કથાઓ છે. સાથે સાથે ભારતવર્ષના મહાન ઋષિઓ, તેમજ પ્રહ્લાદ, ધ્રુવ, અંબરીષ આદિ ભગવાનના ભકતોની ચમત્કારીક કથાઓ આલેખવામાં આવી છે.  વિશેષમાં સ્વામીએ જણાવ્યું હતું  કે, ભાગવતની કથાના શ્રવણમાત્રથી જીવ પાવન થઇ જાય છે. શુકદેવજી અને રાજા પરીક્ષિતના સંવાદે કરીને ગૃહસ્થ અથવા ત્યાગીના ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.  મહોત્સવ દરમ્યાન દરરોજ રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે. તારીખ ૯ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગરના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.