www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

240 કરોડનું કૌભાંડ દબાવવા મારું એન્કાઉન્ટર થઇ શકે છે: કોટડીયા

અમરેલી: બાર કરોડના બીટ કોઇન કૌભાંડમાં CID ક્રાઇમ પુછપરછ માટે જેને શોધી રહી છે તે ધારીના પૂર્વ ધારાસભ્ય કોટડીયા દસેક દિવસથી ભુગર્ભમાં છે અને મોબાઇલ બંધ છે. છતાં તેઓ ધારીમાં હોવાનો દાવો કરતા રહે છે. આજે પણ તેમનો મોબાઇલ બંધ હતો પરંતુ એક અખબારી યાદી પ્રસિધ્ધ કરી તેમણે જણાવ્યુ હતું કે બીટ કોઇન કૌભાંડમાં મને સંડોવી એક મોટુ માથુ મારી હત્યા કે એન્કાઉન્ટર કરાવી શકે છે. કારણ કે ખરેખર તો 240 કરોડના કૌભાંડમાં મોટા માથા ભાગીદાર છે.

જેમનો મોબાઇલ ફોન આજે પણ બંધ હતો તે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાના નામે મીડીયા સમક્ષ આજે અખબારી યાદી રજુ કરાઇ હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે પોલીસ 12 કરોડના કૌભાંડમાં રસ દાખવે તે જરૂરી છે પરંતુ 240 કરોડના કૌભાંડમાં કેમ કોઇ તપાસ થતી નથી ? શૈલેષ ભટ્ટે અગાઉ ધવલ ભટ્ટ પાસેથી 240 કરોડના 2300 બીટ કોઇન પડાવી લીધા હતાં જેમાં મોટા માથાઓ ભાગીદાર છે.

ગૃહમંત્રીને તા. 24/2 ના રોજ ફેક્સ કરીને અને મોબાઇલ પર તમામ માહિતી આપી હતી અને ત્યારબાદ સીઆઇડીમાં મારા ભત્રિજા કીરીટે 28 વખત માહિતી આપી હતી છતાં શૈલેષ ભટ્ટ વિરૂધ્ધ કોઇ ફરીયાદ દાખલ ન થઇ અને તેને છુટ્ટો દોર આપવામાં આવ્યો તેની પાછળ મોટુ માથુ છે.