www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ભાડ-ઈંગોરાળામાં થયેલ શિકારનો મામલો…ચિંકારા નો શિકાર કરનાર 1 આરોપીને વનવિભાગે ઝડપી લીધો…2 આરોપીઓ હજુ ફરાર

ખાંભા નજીક ભાડ-ઈંગોરાળા ગામની સીમમાં બે દિવસ પહેલા ચિંકારાનો શિકાર કરીને વનતંત્રની ટીમ ઉપર પણ ફાયરીંગ કરનાર એક શખ્સને આજે ઝડપી લેવાયો હતો. જ્યારે બે સાગરીતોના નામ ખુલતા શોધખોળ હાથ ધરાઈ હતી. વિગત પ્રમાણે, ખાંભા તાલુકાના મીતીયાળા અભ્યારણ નજીક આવેલી ભાડ-ઈંગોરાળા ગામોની સીમમાં શિકારી ગેંગ ફરી રહ્યાની ગત તા. ૬ના મધરા૬ે બાતમી મળતા ગીર પૂર્વના ડીસીએફ કુરૃપ્પા સ્વામી સહિતનો જંગલ ખાતાનો જંગી કાફલો દોડી ગયો હતો અને અંધારામાં ત્રણેક કિ.મી. સુધી ચાલીને કોમ્બિંગ કર્યું હતું. આ દરમિયાન એક વાડીમાં છૂપાયેલા ત્રણ શિકારીઓ વનવિભાગની ટીમ ઉપર ચાર રાઉન્ડ ફાયરીંગ કરીને ચિંકારાનો મૃતદેહ મુકી નાસી છૂટયા હતા. ચકચારી બનાવમાં તુલશીશ્યામ રેન્જ અને મિતિયાળા અભ્યારણનાં અધિકારીઓ શિકારી ટોળકીને શોધવામાં નિષ્ફળ રહેતા અંતે ડીસીએફ દ્વારા હડાળા રેન્જનાં કાબેલ ફોરેસ્ટર બી.બી. વાળાને તપાસ સોંપવામાં આવી હતી. જેમણે ગણતરીની કલાકોમાં જ બાતમીદારોને કામે લગાડીને આજે મિતિયાળા ગામેથી એક આરોપી સંજય અમુભાઈ દેલવાડીયાને ઝડપી લીધો હતો. આ શખ્સને ખાંભા વનવિભાગની કચેરીએ લાવીને કડક પુછતાછ કરતા ચિંકારાના શિકારનો ગુનો કબુલી લીધો હતો. તેની સાથે શિકારી કૃત્યમાં અરવિંદ નાથા સીતાપરા અને ધર્મેશ અરજણ સામેલ હોવાનું પણ કબુલતા વનતંત્રએ એ બન્ને શખ્સોએ પકડવા પણ કવાયત હાથ ધરી છે.