www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લીલીયાની ખાનગી શાળાનાં વાર્ષિકોત્‍સવમાં સિકયુરીટી ગાર્ડે કર્યા બંદુકથી ભડાકા

લીલીયા-લાઠી રોડ પર આવેલ મેઘાણી એક્ષપોર્ટ હિરાઉદ્યોગ બિલ્‍ડીંગમાં શરૂ થવા જનાર પનઘટ ટ્રસ્‍ટ સંચાલિત પ્રકૃતિ વિદ્યાલય ઉદઘાટન સમારો ગત રાત્રીના 8:00 થી 10:30 કલાક સુધી યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર કે.કે. ભટ્ટ, ટીડીઓ કિશોર આચાર્ય સહિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો હાજર રહૃાા હતા. આ તકે શાળા સંચાલક મંડળ ઘ્‍વારા નાના-નાના વિદ્યાર્થીઓ આયોજીત સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને બાળકો વિદ્યાર્થીઓ ઘ્‍વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવી રહૃાો હતો તે દરમ્‍યાન મેઘાણી એક્ષપોર્ટ અને પ્રકૃતિ વિદ્યાલય કેમ્‍પસમાં ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડે પોતાની પાસે રહેલ બંદુકમાંથી સ્‍ટેજ નજીક જઈ ચાલું કાર્યક્રમે બે રાઉન્‍ડ ફોડયા હતા. આ ઘટનાથી નાના-નાના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ. તેવા સમયે ઉચ્‍ચકક્ષાએથી તટસ્‍થ તપાસ કરી જવાબદાર સામે પગલા ભરવામાં આવે તેવી માંગણી ઉઠવાપામી છે.
આ અંગે શાળા ટ્રસ્‍ટ સંચાલક અશોકભાઈ પટેલનો ટેલીફોનીક સંપર્ક કરાતા જણાવ્‍યું કે, સાંસ્‍કૃતિ કાર્યક્રમમાં સિકયુરીટી ગાર્ડ મોજમાં આવી ગયો અને તેમણે હવામાં બે રાઉન્‍ડ છોડી દીધા હતા. શાળા ઘ્‍વારા આવું કરવા કોઈ સુચના આપવામાં આવેલ ન હતી.
મામલતદાર ભટ્ટને ઉદઘાટન સમયે બંદુકના ભડાકા અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્‍યું હતું કે, હું અને ટીડીઓ, આચાર્ય કાર્યક્રમમાં થોડો સમય રોકાય નીકળી ગયા હતા. અમો હતા ત્‍યારે ફટાકડા ફુટતા હતા બંદુક ધડાકા અંગે અમો જાણતા નથી.
વહીવટી કેની હિનાબેન ચાંવને શાળાની માન્‍યતા અંગે પુછતા હજુ કયાંથી કયાં ધોરણ સુધી પ્રકૃતિ વિદ્યાલયને માન્‍યતા મળી છે તે અમારી પાસે આવેલ નથી.
જીલ્‍લા શિક્ષણ અધિકારી જાદવે ટેલીફોનીક વાતચિતમાં જણાવેલ કે, પ્રકૃતિ વિદ્યાલય ઉદઘાટન પ્રસંગે થયેલ બંદુકના ધડાકા અંગે હું કશું જ જાણતો નથી. શાળા કેમ્‍પસમાં સિકયુરીટી ગાર્ડ કે અન્‍ય કર્મચારી સ્‍ટાફ બંદુક જેવા હથિયાર રાખી ન શકે. ઘટનાની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે