www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

કુકાવાવ તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર…ખજૂરી ગામમાં પીવાના પાણી માટે લોકો મારે છે વલખા…એક બેડા પાણી માટે જામે છે બેડા યુધ્ધ…જુઓ અહેવાલ

અમરેલી જિલાના કુકાવાવ તાલુકાના ગામડાઓમાં પીવાના પાણી નો પોકાર ઉઠયો છે વિશ વિશ દિવસે પણ નર્મદાનું પાણી મળતું નથી ૩૫૦૦ થી ૪૦૦૦ ની વસ્તી ધરાવતા ખજૂરી ગામમાં પીવાના પાણી માટે લોકો વલખા મારે છે પાણીના તાન્કા નજીક પાણી અવવાવની અશાઓએ મહિલાઓ બાળકો બેડો લઈને કાગડોળે પાણીની વાટ નીરખી રહ્યા છે.કુકાવાવ તાલુકાનુ ખજુરી  ગામ…ગામના ચોકમા આ એકઠી થયેલી આખા ગામની મહિલાઓ પાણીના એક બેડા માટે છયડે બેસી પાણી મળવાની રાહ જોઈ રહી છે ખજૂરી માં દર વર્ષે ઉનાળે પાણીની મોકાણો મંડાય છે  હજી આ ગામે નર્મદાના નીર પહોચ્યા છે પણ અનિયમિત નર્મદાના નીરની વાટ સ્થાનિકો કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે ગામની મહિલાઓ શિસ્તબધ્ધ પાણી માટે આવી રહી છે… ગામના ચોકમા આવેલ પાણીના ટાકા પાસે દરરોજ આવે છે અને પાણી આવવાની આશાએ કલાકો સુધી તપ ધરે છે. અહિયા વાડીઓમાથી ટીપણાઓમા પાણી લાવવામા આવે છે અને આ સેવા ગામના જ લોકો કરે છે પરંતુ જ્યા આભ ફાટ્યુ છે ત્યા થીગડુ કેમ મારવુ ??? એક બેડામાટે મહિલાઓ તુટી પડે છે બેડા યુધ્ધ પણ જામે છે.. એક માસથી પાણી નથી આવ્યુ…મેઇન લાઈનમાથી પાણીની પ્રચંડ માંગ છે પશુઓની પણ હાલત ખરાબ છે અનિડા ગામેથી આવતી નર્મદાની મેઇન લાઈનમાથી પાણી આપે તો જ કાયમી ઉકેલ આવે તેવો મહોલાઓનો સુર છે વેકેશનમાં આવતા કુટુંબીઓ પણ પીવાના પાણીને લઈને હેરાન પરેશાન છે તો ખજૂરી ગમે કોઈ દીકરી આપવા તૈયાર નથી હોવાનો સ્થાનિકો કહી રહ્યા છે વાડીઓમાં પાણી પીવા લાયક નથી તો ઘરના ફિલ્ટરો પણ ખારબ પાણીને કારણે ચાલતા નથી ત્યારે હવે સ્થાનિકો આંદોલનના માર્ગે વાલે તેવા એંઘાણો જણાવી રહ્યા છે.ગામના પાણીના કોઈ સ્ત્રોતમા પાણી નથી ટાંકો અડીખમ ઉભો છે પાણી વિના લોકો હમણાં પાણી આવશે હમણાં પાણી આવશે તેની વાટ જુએ છે ત્યારે જેમના ઘરે સુવિધાઓ છે તે પાણી મેળવી લે છે પણ વેકેશનમાં બાળકોને હરવા ફરવા કરતા પાણી માટે રજળપાત કરવો પડી રહ્યો છે સુવિધાઓ છે એ લોકો વાડીએથી પાણીના ટીપણાઓ લાવે છે ત્યારે આ ગામડે ગામડે પાણી પહોચાડવામા સરકારની વાતો હવામાં થઇ રહી હોવાનું જણાય છે.મહી યોજના આધારિત ખજૂરી ગામ છે છેલ્લા ૨૫ દિવસથી પીવાનું પાણી પન્હોચ્યું નથી ખજુરીમાં આવતી મહી પાણીની પાઈપ લાઈન યોગ્ય રીતે નાખી નથી પ્રેસરથી પાણી આપવામાં આવેતો પાઈપ લાઈનો તૂટી જાય છે સાંસદ,ધારાસભ્યને ગ્રામજનોએ રજુઆતો કરી છે પણ હજુ નીઅરાકરણ આવ્યું નથી તો અનીડા ગામથી ડાયરેક્ટ કનેક્શન આપવામાં આવેતો પાણીનો પ્રશ્ન હલ થઇ જાય તેમ છે.પાણી પુરવઠા તંત્ર એકાંત્રે પાણી આપતું હોવાના ગીત ગઈ રહી છે પણ પાણી પાઈપ લાઈન તૂટી જવાથી કે ઉપરથી પાણી ન મળવાથી સમસ્યા થતી હોવાનો સ્વીકાર પણ તંત્ર કરી રહ્યું છે ત્યારે ખજૂરી ગર્મ્જાનો ની માંગણી મુજબ ઇશ્વરીયા લાઈન માંથી પાણી આપવાનો સર્વે તંત્ર કરી રહ્યું છે પણ ગામડાના છેવાડાના માનવીને પાયાની જરુરીયાત પહોચાડવામા નિષ્ફળ ગયેલી સરકાર પાસે ભર ઉનાળે પાણીના એક બેડા માટે નિકળી પડેલી મહિલાઓની વેદનાથી સરકારની આખ ખુલશે કે કેમ એ તો આવનારો સમય જ કહેશે..