www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

જરખીયા ગામે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમા 125 યુવા ભાજપના અગ્રણીઓએ શ્રમદાન કરેલ

આજ રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામે જીલ્લા યુવા ભાજપ દ્વારા સુજલામ સૂફલામ યોજના અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ની હાજરીમા અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્વારા 125 યુવા ભાજપના અગ્રણીઓએ શ્રમદાન કરેલ હતું સવારથી સાંજ સુધી યુવા ભાજપના પ્રમુખ આનંદ ભટ્ટ સાથે જિલ્લા ની ટીમ દ્વારા શ્રમદાન કરીને સરકારના અભિગમને સાર્થસ્ક કરવા કાર્યકરો કામે લાગ્યા હતા જિલ્લા યુવા ભાજપની ટીમને  શ્રમદાન કરતા નિહાળીને ગુજરાતના  મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી એ રૂબરૂ મુલાકાત લઈ ને જિલ્લા યુવા ભાજપના પ્રમુખ આનંદભાઈ ભટ અને એમની ટીમને અભીનંદન પાઠવેલ હતા ગામડે ગામડે યુવાનોને શ્રમદાનની અપીલ કરીને ઠેર ઠેર જળસંચય ની કામગીરી વેગવંતી કરવા મુખ્યમંત્રી રૂપાણી એ અનુરોધ કરીને જિલ્લા યુવા ભાજપ ની ટીમને બિરદાવેલ હતી તેમ અખબારી યાદીમાં જણાવ્યું છે