www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી નગરપાલિકા સામે બે દિવસમાં કાર્યવાહી નહી કરવામાં આવે તો કચેરી સામે અર્ધનગ્ન હાલતમાં આમરણાંત ઉપવાસ કરવાની નાથાલાલ સુખડીયાની ચીમકી..જુઓ

નાથાલાલ સુખડીયા એ કલેક્ટર ને રજૂઆત કરેલ છે જેમાં જણાવેલ છે કે,અમરેલી નગરપાલિકા ના પ્રમુખ,ચીફ ઓફિસર,બાંધકામ ઈજનેર વિગેરે મળી અમરેલી ની જનતા ને સરેઆમ દ્રોહ કરી શહેર ના ગરીબ વિસ્તારો માં ઉભી કરવાની ઓજી.વિસ્તારની ગ્રાન્ટ પોતાના મળતિયા ના લાભાર્થે વાપરેલ જેના પુરાવા સાથે રજૂઆત કરવા છતાં ત્વરિત પગલા ભરેલ નથી.જે બહુ જ ગંભીર બાબત છે.આમ છતાં સોમવાર તા.૧૪-૫-૧૮ સુધીમાં જવાબદાર સામે કાર્યવાહી કરવામાં નહી આવે તો હું સમગ્ર અમરેલી ની જનતા અવાજ રૂપે આપના પટાગણ માં તા.૧૪-૫-૧૮ ના ૧૧ કલાકે ખુલ્લા આકાશ માં તડકા માં અર્ધનગ્ન હાલત માં જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહી કરાય ત્યાં સુધી આમરણાત ઉપવાસ પર બેસીસ જે અંગે ઉભી થતી તમામ પરીસ્થિત ની જવાબદારી આપ સાહેબ શ્રી ની રહેશે તેમ જણાવેલ હતું.