www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ખાંભા તાલુકા પંચાયતનાં લાંચીયા એસ.ઓ. પુરોહીત પડાયાને એસીબીએ રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લીધો

ખાંભા તાલુકા પંચાયત બાંધકામ શાખાનાં એસ.ઓ.ને પોરબંદર એ.સી.બી.એ રૂા.10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા ભ્રષ્‍ટ બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.
ખાંભાનાં જામકા ગ્રામ પંચાયતનાં સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સભ્‍ય ભોળાભાઈ નાથાભાઈ બસીયા પાસે 14માં નાણાં પંચની ગ્રાંટમાંથી પાણીના બોર માટે સબમર્શીબલ પાસ કરાવવા અને વર્કઓર્ડર કાઢવા માટે ખાંભા તાલુકા પંચાયતનાં બાંધકામ શાખાનાં એસ.ઓ. પુરોહીત પડાયાએ રૂા.10 હજારની લાંચ માંગતા જામકાનાં સરપંચ ભોળાભાઈએ એ.સી.બી.ને જાણ કરતા પોરબંદરની એ.સી.બી. ટીમનાં પી.આઈ. એન.એસ. જાડેજા, એ.એસ.આઈ. જુમીભાઈ, અનીલભાઈ, માધવભાઈ એ.એસ.આઈ. પાંડે હીતેશભાઈ ભરતભાીની ટીમે ખાંભા તાલુકા પંચાયત બાંધકામ શાખાની ઓફીસમાં ખુરશી-ટેબલ ઉપર બેસેલા એસ.ઓ. પુરોહીત પડાયાને રૂા.10 હજારની લાંચ લેતા પંચો રૂબરૂ ઝડપી પાડેલ.ચાલુ વરસે ઓછા વરસાદનાં કારણે જામકા ગામે ઉભીથયેલી પાણીની ગંભીર પરિસ્‍થિતિને પહોંચી વળવા સરપંચ ભોળાભાઈએ જામકામાં દાર કરાવતા પુષ્‍કળ પાણી થતા તેઓએ ખાંભા બાંધકામ શાખામાં તાત્‍કાલીક ધોરણે પ્રજાની પાણીની સુવિધા માટે સબમર્સીબલની લેખીતમાં માંગણી કરતા 14માં નાણા પંચની ગ્રાન્‍ટ માંથી પાણીનો સબમર્સીબલ – વર્ક ઓર્ડર અને એસ્‍ટીમેટ બનાવવા, પાસ કરવાનું લેખિતમાં માંગણી કરતા તા.પં. બાંધકામ શાખાનાં એસ.ઓ. પુરોહીત પડાયાએ રૂા.10 હજારની લાંચ માંગેલ જે રકમ પુરોહીત પડાયાએ સરપંચ પાસેથી સ્‍વીકારતાં જ
એ.સી.બી.ની ટીમે પંચો રૂબરૂ ઝડપી પાડેલ અને બાદમાં પુરોહીત પડાયાને ખાંભા સરકીટ હાઉસ લઈ જઈ આગળની તપાસ હાથ ધરી છે.