www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાવરકુંડલામાં નેત્ર નિદાન કેમ્પ સંપન્ન

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-સાવરકુંડલા દ્વારા આયોજીત ર૬૮માં નેત્રકેમ્પનું દિપ પ્રાગ્ટય કરતાં સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી તથા અક્ષરમુકતસ્વામી  અને ગામના આગેવાન અને વીરનગરના ડોકટર દ્રશ્યમાન થઇ રહ્યા છે. આ કેમ્પમાં ર૪ દર્દીઓને વિનામુલ્યે મોતીયાના ઓપરેશન કરી મણી બેસાડવામાં આવ્યા જયારે  કુલ ૧પ૮ દર્દીઓને તપાસ્યા હતાં જયારે ૧પ૦ દર્દીઓને આંખના ટીપા-ટયુબ અને ૪પ દર્દીઓને બેતાળાના ચશ્મા આપવામાં આવ્યા હતાં. કેમ્પના મુખ્ય  દાતા પરિવાર ઘનશ્યામભાઇ મગનભાઇ બોડા મુ. ધ્રોળ તરફથી આર્થીક સહયોગ મળ્યો હતો. કેમ્પને સફળ બનાવવામાં ઘનશ્યામભાઇ કનકોટીયાએ જહેમત ઉપાડી  હતી. તસ્વીરમાં  દર્દીઓનું નિદાન કરતા ડોકટર તથા દિપ પ્રાગટય કરતા સ્વામી નજરે પડે છે.