www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ગુજરાત બોર્ડ દ્વારા બહાર પાડેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના શરમજનક પરિણામ બાબત અમરેલી NSUI દ્વારા રજૂઆત

હાલમાં જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 55 ટકા આવેલ છે જે શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક બાબત ગણાવી શકાય. શિક્ષણ ની દિન પ્રતિદિન કથળતી પરિસ્થિતિ નો ભોગ વિદ્યાર્થીઓ બને છે. સરકાર કે તેમના અમલદારો દ્વારા કોઈ પ્રકારનું ધ્યાન ન દેવામાં આવતા આ પરિણામ 55 ટકા પર પોહચી ગયું છે જે ની સીધી અસર સેંકડો વિદ્યાર્થી ના ભાવિ ભવિષ્ય પર પડી રહી છે, તેમજ હાલની સરકાર વિદ્યાર્થી ના ભવિષ્ય તેમજ શિક્ષણ વિશે ખોટી ચિંતા જતાવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા મનોમંથન કરી સરકાર સાથે આ બાબતે વિચાર વિમર્શ કરી આગામી મહિને યોજાનાર પૂરક પરીક્ષા માં એક વિષય ની જગ્યા પર બે અથવા ત્રણ વિષય ની પૂરક પરીક્ષા નું આયોજન કરવા માં આવે જેથી વિદ્યાર્થી ઓ નું વર્ષ ન બગડે અને પરિણામ ની ટકાવારી માં પણ આંશિક સુધારો આવી શકે.  ઉપરોક્ત બાબતે આપશ્રી તાત્કાલિક ના ધોરણે ઘટતું કરી વિદ્યાર્થી હિત માં વિચારવા અમરેલી જીલ્લા શિક્ષણાધિકારી ને અમરેલી NSUI દ્વારા રજુવાત કરવામાં આવી …