www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ચમારડીમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતાં ઠુંમર

બાબરાનાં ચમારડી ગામે કોંગી ધારસભ્‍ય વિરજી ઠુંમરે આજે ખેડૂતોને કરેલ સંબોધનમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ પર શાબ્‍દિક પ્રહારો કરીને ભાજપનાં અગ્રણી ગોપાલ શેઠનાં ગઢમાં ભજપને લલકાર ફેંકયો હતો.કોંગી ધારાસભ્‍યએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વિરૂઘ્‍ધ અભદ્ર ટીપ્‍પણી કરતાં ચમારડીનાં ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરાએ વિરજી ઠુંમર પર વળતો પ્રહાર કર્યો હતો. તેના જવાબમાં કોંગી ધારાસભ્‍ય ઠુંમરે ભામાશા ગોપાલ શેઠ પર પ્રહારો કર્યા હતા.દરમિયાનમાં આજે કોંગી ધારાસભ્‍યએ ચમારડીની ધરતી પરથી ભાજપ સરકારને લલકારીને ઉપસ્‍થિત ખેડૂતોને જણાવ્‍યું હતું કે, કૃષિમંત્રી આર.સી. ફળદુ વારંવાર ચમારડીમાં આવતાં તેઓ સમક્ષ પાકવીમો, પોષણક્ષમ ભાવો સહિતની સમસ્‍યા રજુ કરવા હાંકલ કરી હતી.