www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

મચ્‍છર ઉત્‍પત્તિ અટકાવવા જનજાગૃત્તિ કેળવાય તો વાહકજન્‍ય રોગનો ફેલાવો અટકાવી શકાય

વાહકજન્‍ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન શરૂ છે. અમરેલી ખાતે યોજાયેલ આ બેઠકમાં જુન-૨૦૧૮ને મેલેરીયા વિરોધી માસ અને જુલાઇ-૨૦૧૮ને ડેન્‍ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્‍થિતિમાં વાહકજન્‍ય રોગ અટકાયતી સમિતિની બેઠક યોજાઇ હતી. વિવિધ કચેરીઓને મચ્‍છર ઉત્‍પત્તિ સ્‍થાનો દૂર કરવા અને નવા બનતા રોકવા બાબતે કામગીરીમાં સહકાર આપવા શાખા અધિકારીશ્રીએ જણાવ્યું હતુ. ગ્રામ્ય-શહેરી વિસ્‍તારમાં, વાડી તેમજ પરા વિસ્તારમાં ટીમ વર્કથી કામ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ઓવરહેડ ટાંકા, અંડરગ્રાઉન્‍ડ ટાંકા બંધ કરાવવા, ડ્રેનેજ પાઇપ રિપેર કરાવવી, સરકારી શાળા-કચેરીઓમાં પાણીના ભરાવા ન થાય તેમજ ગટરમાં પાણી ન ભરાઇ તેની તકેદારી લેવા જણાવવામાં આવ્‍યું હતુ. મચ્‍છર ઉત્‍પત્તિ અટકાવવા જનજાગૃત્તિ કેળવાય તો વાહકજન્‍ય રોગનો ફેલાવો અટકાવી શકાય તે અંગેની વિસ્‍તૃત્ત ચર્ચા કરવામાં આવી હતી, તેમ મુખ્‍ય જિલ્‍લા આરોગ્ય અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.