www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

બગસરા દલિત સમાજ દ્રારા પ્રદેશ મોરચા ના મંત્રી શૈલેષ પરમાર નું સન્માન કરાયું

બગસરા ખાતે દલિત સમાજ ના લોકો દ્રારા પ્રદેશ ભાજપ અનુજાતિ મોરચા ના નવનિયુક્ત મંત્રી અને એન્જિનિયર , અડવોકેટે , જરનાર્લિસ્ટ ,શૈલેષ પરમાર નું સન્માન કરવામાં આવ્યું જેમાં સર્વ પ્રથમ શહીદ વીર સ્વ.ભાવેશ રાખસિયા ને નમન કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવિહતી.ત્યારબાદ નટુભાઈ બોરીચા અને તેમની ટીમ દ્રારા શૈલેષ પરમાર ને પોતાના કરેલા કામોને યાદ કરતા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.તેમજ પોતાના આ સન્માન ના પ્રત્યુત્તર માં શ્રી પરમારે જણાવ્યું હતું કે જ્યારથી પ્રદેશ અનુજાતિ મોરચા માં રાજ્યસભા સાંસદ પૂજ્ય શંભુનાથજી મહારાજ આવ્યા છે ત્યારથી મોરચો સતત કાર્યશીલ બન્યો છે. અને સમાજ ને એક જુટ્ટ રહી સંગઠિત રહેવા જણાવી આપણાં સંતાનોને શિક્ષણ આપવા બાબતે ભાર મુક્યો હતો.તેમજ સમાજ ના આગેવાનોએ પણ સુતર ની આટી અને સાલ થી સન્માન કર્યું હતું.જેમાં નટુભાઈ બોરીચા , પ્રફુલ રાખસિયા,મહેશભાઈ બોરીચા, પ્રદીપભાઈ રાખસિયા,ડોડીયા ભાઈ , મનસુખભાઇ , હિતેશભાઈ પરમાર સહિત ના આગેવાનો હજાર રહ્યા હતા.