www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

છેલ્‍લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

આજરોજ તા.૧૩/૦૬/૨૦૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગૌસ્‍વામી ની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ અમરેલી ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્‍યાન બાતમી રાહે હકિકત મળેલ કે અમરેલી બસ સ્‍ટેન્‍ડની સામે સિવીલ હોસ્‍પિટલ પાસે એક શકમંદ ઇસમ આટાફેરા કરતો હોય ,જેને બોલાવી પુછપરછ કરતા પોતે ગલ્‍લાતલ્‍લા કરવા લાગેલ.વધુમાં પુછતા પોતે પોતાનું નામ સંજયભાઇ ઉર્ફે
બાલો વાલજીભાઇ રૂડાણી ઉ.વ.૩૫ રહે.તોરી તા.વડિયા વાળો હોવાનું જણાવેલ અને જે બાબતે ઉંડાણપુર્વક તપાસ કરતા પોતે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્‍ટેશનના આઇ.પી.સી. કલમ. ૩૬૩,૩૬૬ ના ગુન્‍હામાં છેલ્‍લા આઠેક વર્ષથી નાસતો ફરતો આરોપી હોય જેને પકડી પાડી તેના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરી અમરેલી સીટી
પોલીસ સ્‍ટેશન હવાલે કરવામાં આવેલ છે. આ કામગીરી અમરેલી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. સી.જે.ગૌસ્‍વામી,પો.સ.ઇ.શ્રી એ.વી.સરવૈયા તથા એલ.સી.બી. સ્‍ટાફના
પ્રફુલભાઇ જાની,ભરતબાપુ ગૌસ્‍વામી,કે.સી.રેવર,હિંગરાજસિંહ ગોહિલ,કિશનભાઇ હાડગરડા,સંજયભાઇ મકવાણા,મયુરભાઇ ગોહિલ,ભગવાનભાઇ ભીલ,જીતુભાઇ બગડા,તુષારભાઇ પાંચાણી,અજયભાઇ સોલંકી વિ.એ કરેલ
છે.