www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

તા.૧૯મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

જિલ્‍લા રોજગાર કચેરી-અમરેલી દ્વારા તા.૧૯ જુન-૨૦૧૮ને મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે  ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, બાઢડા રોડ, રેલ્‍વે ફાટક પાસે, સાવરકુંડલા ખાતે ભરતી મેળો યોજાશે. જેમાં ધો.૧૨ પાસ, આઇ.ટી.આઇ.ના ફિટર/ઇલેકટ્રીશ્યન ટ્રેડની લાયકાત ધરાવતા અને ૧૮ થી ૪૦ વર્ષની વયજૂથના યુવાનો ભાગ લઇ શકશે.

આ ભરતી મેળામાં સીન્‍ટેક્ષ ઇન્‍ડસ્‍ટ્રીઝ (યાર્ન ડિવીઝન)-લુણસાપુર કંપની માટે એપ્રેન્‍ટિસ તરીકે આઇ.ટી.આઇ.ના ફિટર/ઇલેકટ્રીશ્યન ટ્રેડની લાયકાત ધરાવતા, ૧૮ થી ૨૫ વર્ષ, એલ.આઇ.સી.-અમરેલીને વીમા એજન્‍ટ તરીકે ધો.૧૨ પાસની લાયકાત ધરાવતા, ૨૫ થી ૪૦ વર્ષ, બજાજ આલિયાન્‍સ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કો.લિમિ. માટે એજન્‍ટ તરીકે ધો.૧૨ પાસની લાયકાત ધરાવતા, ૨૫ થી ૪૦ વર્ષ, સેન્‍યેસા ગ્લોબલ રૂડ પ્રા. લિમિ.માટે માર્કેટિંગ/સેલ્‍સ પ્રમોટર તરીકે ધો.૧૨ પાસની લાયકાત ધરાવતા, ૨૦ થી ૪૦ વર્ષની વય ધરાવતા ઉમેદવારોની જરૂરિયાત છે.

વધુ વિગતો-માહિતી માટે જિલ્‍લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, સી બ્લોક- પ્રથમ માળ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલીનો સંપર્ક કરવા, જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.