www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ડાયનેમિક ગ્રુપના તથા જીવનતીર્થ વિદ્યાલય દ્વારા યોગ નિદર્શન માહિતી સેમીનાર યોજાયો

અમરેલી જાણીતી યુવા સંસ્થા ડાયનેમિક ગ્રુપ અમરેલી તથા જીવનતીર્થ વિદ્યાલય ના સંયુક્ત ઉયક્મે ડાયનેમિક ગ્રુપ ના પ્રમુખ હરેશ બાવીશી ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગા દિન ઉજવણી અંનગન યોગા નિદર્શન તથા માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો સમીનારમાં મુખ્ય મહેમાન પદે ખોદાલધામ ના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયા સમસ્ત આહીર સમાજ ના પ્રમુખ જીતુભાઈ ડેર લાયન્સ ક્લબ મેઈનના પ્રમુખ કાંતિભાઈ વઘાસીયા પૂર્વ પ્રમુખ જગદીશ તળાવીયા અગ્રણી બિલ્ડર હિરેન બભરોલીયા એપેક્ષ ગ્રુપ ના પ્રમુખ વડાલીયા સાહેબ ડાયરેકટર મનીષ ભંડેરી ની ઉપસ્થીતી માં ચારસો વિદ્યાર્થી ભાઈ-બહેનો ને યોગા નિદર્શન ,માર્ગદર્શન અપાયુ હતુ સેમીનાર ના પ્રારંભે એપેક્ષ ગ્રુપ ના પ્રમુખ વડાલિયા સાહેબ શબ્દોથી સ્વાગત કર્યુંહતું તથા ડાયરેક્ટર મનીષ ભંડેરી,ગીરીશ ઝાલાવાડીયા એ સન્માન કર્યું હતું પંદરસો વર્ષ જૂની યોગા પરંપરાના ઇતિહાસ થી લયને વર્ષ ૨૦૧૮ ના આંતરરાષ્ટ્રીય યોગા સુધીની માહિતી તથા સારીરીક,માનસીક,આધ્યાત્મિક,શક્તિ ઉજાગરકરવામાં યોગા નું મહત્વ સમજાવી મુખ્યવક્તા પદેથી હરેશ બવીશીએ મંત્રમુગ્ધ વ્યાખ્યાન આપ્યું હતુ તથા વસંતભાઈ મોવલીયા તથા જીતુભાઈ ડેર વિદ્યાર્થીઓને સુભેચ્છા સંદેશો આપ્યો હતો કાર્યક્રમ ના અંતે વિદ્યાર્થી ભાઈ-બહેનો એ નિયમિત યોગા કરવાના સંકલ્પ લઇ ને પાંચ વ્યક્તિ ને નિયમિત યોગા કરવા પ્રેરણા આપવા સપથ લીધા હતા